________________
૨૭૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મળીને પ્રતિષ્ઠા કરી રહ્યા હતા.વિમલ મંત્રીને વંશ વિદ્યાધરગચ્છને હતો. તેણે નાગૅદ્રગચ્છના આ૦ વીર, આ૦ વર્ધમાન, ચંદ્રગચ્છના રાજગચ્છીય આ૦ શીલભદ્ર, વિદ્યાધરગચ્છના આ ધર્મઘોષ વગેરે આચાર્યોને કરકમલથી સં. ૧૦૮૮ માં વિમલવસહીમાં ભ૦ શ્રી ઋષભદેવ વગેરે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. શ્રીસંઘમાં જયજયકાર વર્યો. - આ દિવસ એ આનંદમય હતો કે સૌના મન ઉપર એ અવિસ્મરણીય છાપ મૂકતો ગયે. સૌ કેાઈ પિતાને માટે “વિશ્રીસુમતિ' એવી ભાવના લઈને વિદાય થયા અને આ સ્થાન દેવકુલપાટક-દેલવાડા નામથી જાહેર થયું. (પ્રક. ૩૫, પૃ. ૧૮૩, ૧૮૪) १. चिहुं आयरिएहि पइट्ठिय बहुभाव भरंत ।'
-કવિ પાલણને “આબૂરાસ' સં. ૧૨૮૯) આ સિવાય સં. ૧૪૦પમાં રચાયેલે “પ્રબંધકોશ', સં. ૧૪૬૬ની “ગુર્નાવલી' ભાપર, સં. ૧૪૮૦ને “અબ્દકલ્પ' . ૧૦, સં. ૧૬૬રને “ઉપદેશસાર’ વગેરે ગ્રંથમાં સં૦ ૧૦૮૮માં ચાર આચાર્યોના હાથે થયેલી વિમલવસહીની પ્રતિષ્ઠાના ઉલ્લેખો મળે છે. સં. ૧૪૯૭ની
ઉપદેશતરંગિણી માં આ૦ ધર્મસિંહ અને જિનહર્ષના “વસ્તુ પાલચરિત્ર” પ્રકાશ ૮માં આ૦ રત્નસિંહને વિમલવસહીના પ્રતિષ્ઠાપક બતાવ્યા છે. ચાર કુળના આચાર્યા એકત્ર મળીને પ્રતિષ્ઠા વગેરે કરે એ તત્કાલીન સંઘવાદ અને જૈન એકતાનું સૂચક પ્રતીક ગણાય. વિક્રમની બારમી સદીથી નવા નવા મતો નીકળ્યા ત્યારથી આ એક્તા જોખમાઈ છે. પરિણામે ચિત્યવાસી અને ખરતરગચ્છ કે ઉપકેશગછ અને ખરતરગચ્છ એકસાથે બેસીને પ્રતિષ્ઠા આ દ કરે એ અસંભવિત જેવું બની ગયું છે. વિધિચૈત્ય-અવિધિચૈત્યની કલ્પના, ઉદયનવિહારની ચર્ચા અને બીજ ગચ્છમાં કન્યા ન આપવી વગેરેની ભેદનીતિએ આ સંગઠનને તોડી નાખ્યું છે, જે આજ સુધી જોડાયું નથી.
૨. શતિમૃતિ ઇતિહાસણ પૂજ્ય શ્રી જયંતવિજયજી મહારાજે આ પ્રદેશમાં વિચરીને “આબૂતીર્થને ઇતિહાસ’ પાંચ ભાગમાં લખો અને સંકલિત કર્યો છે. તેમણે “આબુની વિમલવસહીના પ્રતિષ્ઠાપક કેણુ” એ સંબધે સ્વતંત્ર લેખ લખી સુંદર પ્રકાશ પાડ્યો છે.
તેઓ જણાવે છે કે, ખરતરગચ્છની કેટલીક પદાવલીઓમાં સંવિજ્ઞવિહારી વગચ્છના સુવિદિત શાખાના આ વધમાનસૂરિના ઉપદેશથી અને કરકમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org