________________
. કાવી
૨૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ વસહીમાં ભ૮ નેમિનાથ વગેરે પ્રતિમાઓની મેટા મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
આ ઉત્સવમાં આબૂને રાજા સામસિંહ પરમાર, અમલદારે, પંચ, ૪ મહાધરે, ૧૨ માંડલિક, ૮૪ રાણું, ૮૪ જ્ઞાતિના મહાજન અને દૂર દૂરના જેન, જેનેતર ભાઈઓ વગેરે આવ્યા હતા. સૌએ એકીઅવાજે લુણિગવસહીની પ્રશંસા કરી. જાલેરના દીવાન ચાવીર, જેઓ શિપસ્થાપત્યના મહાવિદ્વાન મનાતા હતા, તે મંત્રી વસ્તુપાલના આગ્રહથી અહીં આવ્યા અને મંદિરના શિલ્પ-સ્થાપત્યને નિહાળી મુખ્ય શિલ્પી શનિદેવની પ્રશંસા કરી. સાથોસાથ જેના પરિણામે મંત્રી કુટુંબને કે લુણિગવસહીને નુકસાન થાય એવી નાનીમોટી ૧૩ ભૂલ હતી તે શિલ્પીઓને વિગતવાર સમજાવી. આવાં ધર્મસ્થાને રચાવવા માટે તેમણે મંત્રી તેજપાલની અત્યંત પ્રશંસા કરી હતી.
મંત્રીઓએ આ ઉત્સવમાં રાજા, પ્રજા, જેને, અજેનેની હાજરીમાં પિતાના કુટુંબની તથા ચંદ્રાવતીના જૈન સંઘની અમુક વ્યક્તિઓની
વ્યવસ્થા સમિતિ બનાવી તે સમિતિને આ લુણિગવસહીને વહીવટ સંપ્યો હતો અને એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, દેલવાડાને સંઘ લુણિગવસહીની સારસંભાળ રાખે અને ચંદ્રાવતી, ઊમરણી, કિસરઉલી, કાસહદ, વરમાણુ, ધઉલી, મહાતીર્થ મંડસ્થલ, હેંડાઉદ્રા, ડબાણી, મડાહડ તથા સાહિલવાડના જૈન સંઘ દર સાલ પ્રતિષ્ઠાની સાલગીરી ઉપર આવીને એકેક દિવસ વહેચી દઈ અષ્ટાદ્વિકા મહોત્સવ કરે. - આ રીતે તીર્થની રક્ષાને પ્રબંધ કરવામાં આવ્યો અને વિમલવસહી તેમજ લુણિગવસહીને કરમુક્ત જાહેર કરવામાં આવ્યાં.
રાજા સેમસિંહ પરમારે ભગવાનની પૂજા માટે ડબાણ ગામ ભેટ આપ્યું હતું.
લુણિગવસહીને સં૦ ૧૨૮૬ માં પ્રારંભ થયે. સં. ૧૨૮૭ માં પ્રતિષ્ઠા થઈ, સં. ૧૨૮૯ માં ધ્વજા-દંડ-કળશની પ્રતિષ્ઠા થઈ, સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org