________________
२७६ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ લઈ આબુ ઉપર દેરાસર કરાવવાનું નકકી કર્યું. એ સમયે આ ઉપર બ્રાહ્મણોની વસતી હતી, બધી જમીન બ્રાહ્મણના તાબામાં હતી. તે બધા ત્યાં જૈન મંદિર બંધાવવા માટે વિરોધ કરતા હતા, એટલે જમીન મેળવવાનું કામ ઘણું મુશ્કેલ હતું. મંત્રી ધારે તે રાજસત્તાથી મફતમાં જમીન લઈ શકે તેમ હતું, પણ ધર્મકાર્યમાં રાજસત્તાના પ્રભાવ કે દબાવને ઉપગ કરવાની તેની ઈચ્છા નહોતી. તે જમીનના માલિકને સંતુષ્ટ કરીને ધર્મનું કાર્ય કરવામાં માનતો હતો.
એ સમયે લેકેની એવી માન્યતા પણ હતી કે પ્રાચીન કાળે આબૂ નંદિવર્ધન જૈન તીર્થ હતું, પણ તેનાં કઈ એંધાણ કે નેધ મળતાં નહોતાં. એવું કઈ પ્રમાણ મળે તે બ્રાહ્મણને વિરોધ હળવો કરી શકાય. એક દિવસે મંત્રીને સ્વપ્ન આવ્યું કે, “પહાડ ઉપર ચંપાના ઝાડ નીચે ખાડો ખોદતાં લોકમાન્યતાને સમર્થક એવું પ્રાચીન પ્રમાણ મળી આવશે.” મંત્રીએ સ્વપ્ન મુજબ કરી જોયું તો ત્યાં ભ૦ ઋષભદેવની પ્રાચીન પ્રતિમા નીકળી આવી. લોકવાયકા સાચી પડી.
બ્રાહ્મણે એ જોઈ જાણીને નરમ પડ્યા. પછી તો તેઓએ જમીનની કીમત આપી ન શકે એવી કીમતને તુક્કો અજમાવ્યું કે, “જેટલી જમીન જોઈએ તેટલી જમીન ઉપર સેનામહોર પાથરીને લઈ લો. જમીન લેવા માટે આ એક જ માર્ગ છે.
મંત્રી તે બ્રાહ્મણો માગે તે કરતાંયે વધુ કિંમત આપવા તૈયાર હતા એટલે તેમણે બ્રાહ્મણોને વધુ સંતુષ્ટ કરવા જણાવ્યું: “સોનામહિર તે ગેળ હોય છે એટલે વચ્ચે જગા ખાલી રહે, તે પુરાય એ રીતે કીમત આપવાની મારી ઈચ્છા છે.”
એ ખાતર મંત્રીએ ચરસ સેનામહારે બનાવીને બ્રાહ્મણને ૧૪૦ ફૂટ લાંબી અને ૯૦ ફૂટ પહોળી જમીનના ૬૦,૦૦૦ રૂપિયા આપી ધરબી દીધા. બ્રાહ્મણે તે માલામાલ થતાં મંત્રીને હર્ષભેર આશીર્વાદ આપીને અન્યત્ર રહેવા ચાલ્યા ગયા.
મંત્રીએ અહીં આરસનું ૫૪ દેરીઓવાળું વિશાળ અને ભવ્ય દેરાસર બંધાવ્યું. આબૂ ઉપર દર છ મહિને ધરતીકંપ થતો હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org