________________
સાડત્રીસમું ] આ દેવસૂરિ
२७१ હતા. તેમની ઉપાસના કરવાથી મડાર ગામને થારાપદ્રગચ્છને સિદ્ધરાજ પિરવાલ જૈન સંઘને માન્ય અને નમસ્કાર કરવા યોગ્ય બન્યું હતું.
તેમણે વીર સં૦ ૧૬૩૧ (વિ. સં. ૧૨૨૧)ના કાર્તિક સુદિ ૧૫ ને કૃત્તિકા નક્ષત્રમાં શિષ્ય મુનિચંદ્રની વિનતિથી “પૃથ્વીચંદ્રચરિત્ર” (j૦ : ૭૫૦૦) રચ્યું તેમજ જીવવિચાર પ્રકરણ, ધર્મરત્નપ્રકરણ-મૂળ, તેની પણ ટીકા વગેરે ગ્રંથ રચ્યા છે.
તેમણે વિસં. ૧૨૨૨ માં શુભ મુહૂર્તે શેઠ સિદ્ધનાગ પિરવાલના વંશના શેઠ સિદ્ધરાજ પિરવાલે બંધાવેલા ભ૦ નેમિનાથ (અથવા ભ૦ મહાવીરસ્વામી)ના જિનપ્રાસાદમાં એકીસાથે પિતાના આઠ શિષ્યને આચાર્ય બનાવ્યા. ૧. આ૦ મહેન્દ્રસૂરિ, ૨. આ વિજયસિંહસૂરિ, ૩. આ દેવેન્દ્રસૂરિ અથવા દેવચંદ્રસૂરિ, ૪. આ પધદેવસૂરિ, ૫. આ૦ પૂર્ણ દેવ કે પૂર્ણચંદ્રસૂરિ, ૬. આ૦ જયદેવસૂરિ, ૭ આ૦ હેમપ્રભ, ૮. આ૦ જિનેશ્વર.
આ૦ શાંતિસૂરિએ ઉપર મુજબ પિતાના શિષ્યને આચાર્યપદ આપ્યા પછી પિતાના થારાપગચ્છને “પિપલકગચ્છ” એવા નામથી જાહેર કર્યો. સંભવ છે કે, ત્યારે પિપ્પલકનગર જાહેર ક્ષેત્ર અને જૈન તીર્થસ્થાન હશે.
થરાદ, પિપ્પલક, સાર તીર્થ એ પિપ્પલાગ૭નાં ક્ષેત્રે હતાં.
પ. આ૦ પૂર્ણદેવથી પૂર્ણચંદ્રશાખા ચાલી, જે પરંપરામાં (૧૫) આ પદ્ધતિલક, (૧૬) આ ધર્મસાગર, (૧૭) રાજપાલ થયા. રાજપાલે સં. ૧૬૪૨ ના માહ વદિ ૭ ના રોજ “જબૂ કુમારરાસ” બનાવ્યું.
- આ. વિજયસિંહસૂરિ—તેમણે સં. ૧૨૦૮ માં ડડલા ગામમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને સં૦ ૧૧૮૩ ના ચિત્ર માસમાં “શ્રાદ્ધપ્રતિક્રમણ-ચૂર્ણિ” (મં: ૪૫૯) રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org