________________
સાડત્રીસમું ] આ દેવરિ
૨૬૩ આરાસણગછ–
૪. આ૦ વાદિવેતાલ શાંતિસૂરિ. ૫. આ૦ પૂર્ણભદ્રસૂરિ ૬. આ. શાલિભદ્રસૂરિ. ૭. આ વર્ધમાનસૂરિ.
૮. આ૦ ચશેદેવસૂરિ–તેઓ આરાસણના હતા. તેમનાથી “આરાસણુગ૭” નીકળે. મડાહડાગછ-થારાપગચ્છ
ગુજરાતમાં આબુરોડથી દક્ષિણે પશ્ચિમ તરફ દ માઈલ દૂર મંડસ્થલ અને ફીલણ ગામે છે. જયારે ૨૫ માઈલ દૂર મહાર ગામ છે. મડારથી ૪ માઈલ દૂર કુસુમા, વરમાણ ગામે છે. તેમાંનાં કેટલાએક તે વિક્રમની સાતમી સદી પહેલાંનાં વસેલાં છે.
ફીલણું ગામ આબૂ પર્વતના દક્ષિણ ઢાળ પર હતું. તે ગામની ઉત્તરમાં વશિષ્ઠાશ્રમ હતો. અહીં ઉમરણ (અમરાવતી) ગામના રાજા અંબરીશે ઋષિકેશનું મંદિર બંધાવ્યું અને તેની રાણે તારાદેવીએ મધુસૂદનનું મંદિર બંધાવ્યું ત્યારથી એટલે સં. ૧૨૮૮ પછી ફીલણી ગામનું બીજું નામ “મધુવાજી” જાહેર થયું.
' આબુરોડથી પશ્ચિમ તરફ મંડાર જતી મેટરની સડક પર આશરે છ માઈલ દૂર એક પથ્થર ઊભે છે તેમાં ઉલ્લેખ છે કે, માંડલિક સુરશંભુ પરમાર ધારાવર્ષદેવ સં. ૧૨૪૫ના ભાદરવા સુદિ ૧ ને બુધવારના રેજની આજ્ઞા છે કે, ફીલણના વશિષ્ઠાશ્રમની રક્ષા કરવી. નુકસાન કરે તેને દંડ દે.”
" (–જેનપત્ર, વર્ષ : ૧૮, અંક: ૩, પ્ર. ૩૫, પૃ. ૧૫૬)
અહીં આજે મધુવાજી ઋષિકેશ અને કેડિધ્વજ ધામે છે. મધુવાજીના મંદિર પાસેની ભૂમિમાં પ્રાચીન જૈન દેરાસરનું તરણું તથા થાંભલા આજેય વિદ્યમાન છે. (-જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૬૮)
મુંડસ્થલ પણ પ્રાચીન જૈન તીર્થ છે. (જૂઓ, પ્ર. ૧, પૃ. ૬૧)
મંડાર ગામનાં બીજાં નામે માહડા, મદહુત, માધુહડા, મઢાર, મંઢાર, મંડાર મળી આવે છે. આજે અહીં જેનાં ૨૦૦ ઘર વિદ્યમાન છે. તપાગચ્છ, અંચલગચ્છ, મડાહડાગચ્છ અને ભેંકાગચ્છના ઉપાશ્રયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org