________________
*
સાડત્રીસમું ] આ દેવસૂરિ
૨૬૧ તાથી વસતી મળવા લાગી. આ ઘટના સં. ૧૦૯૪ લગભગમાં બની હેયે એ સંભવ છે.
કૌલ મતના આ ધર્મ પંડિત કવીશ્વર ધનપાલની સૂચના મુજબ વાદિવેતાલ આ. શ્રી શાંતિસૂરિ પાસે પાટણ આવ્યું. તેમની સાથે વાદ કરવાની શરૂઆત કરી. તેણે પ્રથમ પ્રશ્નચક ચલાવ્યું, આચાર્ય શ્રીએ પિતાને દેવ અને પંડિતને કૂતરો બનાવે એવો જવાબ આપે. પછી તે પંડિતે વિતંડાવાદ શરૂ કર્યો. આચાર્યશ્રીએ તે પાઠને અક્ષરશઃ સંભળાવ્યું. તેમજ તેના ગપટ વગેરે લઈ હૂબહુ તેની નકલરૂપે અંગચેષ્ટા કરી બતાવી. પંડિતે તેમના ચરણમાં મસ્તક ઝુકાવીને કહ્યું : “કવીશ્વર ધનપાલે જેવા કહ્યા હતા તેવા જ તમે વિદ્વાન છે.” આચાર્યશ્રી સ્વભાવતઃ શાંત હતા. તેથી તે પણ શાંત બની ગયે.
આચાર્યશ્રીએ એક દ્રવિડના વિદ્વાનને પણ જીતી લઈ શાંત બનાવ્યા હતા. ધર્મ પ્રચાર–
આચાર્યશ્રીએ ૪૧૫ રાજકુમારને જેન બનાવ્યા. ધૂળને કેટપડી જવાની ભવિષ્યવાણી કહી સંભળાવી. ૭૦૦ શ્રીમાલી કુટુંબને બચાવી લીધા અને તેઓને દઢ જેનધર્મી બનાવ્યા.
આ૦ શાંતિસૂરિના ઉપદેશથી ડીડક શ્રીમાલી જેન બન્યા હતા. તેમણે ભ૦ આદીશ્વરનું ચૈત્ય બંધાવ્યું હતું અને તે મહીલ ગોત્રના હતા. સમય જતાં તેઓ પલ્લીવાલગચ્છના બન્યા હતા.
(–જેનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. ૩૫) તેમણે જે પંથે બનાવ્યા છે તેની નોંધ નીચે મુજબ છે –
(૧) ઉત્તરઝયણ–પાઈયટીકા-તેમણે અન્ય વૃત્તિઓ હોવા છતાં પૂર્ણતલ્લગચ્છના આ ગુણસેનની વિનતિથી પાટણમાં ભિન્નમાલવંશીય મહામાત્ય શાંતૂના ચૈત્યગૃહમાં રહી સ્વાધ્યાયવ્યાસંગથી વાદશક્તિના કિલ્લા સમી ઉત્તરાધ્યયનની ટીકા બનાવી છે, જેનું બીજું નામ “પાઈ-ટીકા છે. આ વાદિદેવસૂરિએ આ ટીકાના આધારે જ સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રને હરાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org