________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આચાર્યશ્રીના શિષ્ય પુણ્યભટ્ટે સં૦ ૧૦૮૪માં થરાદમાં શમસેનના રાજા રઘુસેનના જિનાલયમાં ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરી હતી અને તે જ દેરાસરમાં ડાબી તરફ કવિ ધનપાલે આપેલી રકમમાંથી દેરી બનાવાઈ હતી.
આઈ શાંતિસૂરિ રાજા ભીમદેવની વિનતિથી ધારાથી વિહાર કરીને કવિ ધનપાલની સાથે પાટણ પધાર્યા. અહીં પાટણમાં શેઠ જિનદેવે પિતાના પુત્ર પદ્ધદેવને સાપ કરડવાથી તેને જમીનમાં દાટી રાખ્યો હતે. આચાર્યશ્રીએ તેને બહાર કઢાવી અમૃત ચિંતવી હાથથી સ્પર્શ કર્યો અને પધદેવનું ઝેર ઊતરી ગયું. શેઠ જિનદેવે આચાર્યશ્રીને ભારે ઉત્સવપૂર્વક પોતાને ઘેર પધરાવી ઉપાશ્રયે પહોંચાડ્યા.
આચાર્યશ્રી પોતાની ૩૨ શિષ્યને પાટણમાં ન્યાયને અભ્યાસ કરાવતા હતા. વડગચ્છના આ૦ મુનિચંદ્રસૂરિ નાડેલથી વિહાર કરી પાટણની ચૈત્યપરિપાટી કરવા માટે પાટણ પધાર્યા. તેઓ એક દિવસે ભ ષભદેવનાં દર્શન કરી આ૦ શાંતિસૂરિ પાઠ આપી રહ્યા હતાં ત્યારે તેમની પાસે આવી, નમસ્કાર કરીને બેસી ગયા. એ સમયે બૌદ્ધ દર્શનના પ્રમેયને પાઠ ચાલતે હતો. આ મુનિચંદ્ર અહીં ૧૦ દિવસ રહી, પાઠ સમયે હાજરી આપી એ પાઠને વિના પુસ્તકે એકાગ્રતાથી અવધારણ કરી લીધે, પરંતુ આચાર્યશ્રીના શિષ્ય એ પાઠને ધારી ન શક્યા. આથી આચાર્યશ્રીને ભારે ખેદ થયે. આ મુનિચંદ્ર આ જોઈ આચાર્યશ્રીની આજ્ઞા મેળવી એ દશ દિવસને પાઠ અનુક્રમે કહી સંભળાવ્યું. આ સાંભળી આચાર્યશ્રીએ એકદમ ઊભા થઈ ઉત્સાહથી તેમને આલિંગને કર્યું અને કહ્યું :
ખરેખર, તું તો ધૂળમાં ઢંકાયેલું રત્ન છે, તું મારી પાસે રહીને અભ્યાસ કર. આચાર્યશ્રીને ખ્યાલ હતું કે, પાટણમાં સંવેગી મુનિએને રહેવા માટે સ્થાન મળતું નથી, તેથી તેમણે આ મુનિચંદ્રને ટંકશાળની પાછળ એક ઘરમાં રાખ્યા અને તેમને દર્શનેને અભ્યાસ કરાવ્યું. આ૦ મુનિચંદ્ર વિના પરિશ્રમે તે ધારી લીધે. એ દિવસથી પાટણમાં ચૈત્યવાસીઓ તરફથી સુવિહિત સાધુઓને સુલભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org