________________
કર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - (૨) જીવવિયારપયર –ગાથા : ૫૧. | (૩) સંઘાચારચૈત્યવંદનભાષ્ય—તેનું બીજું નામ “સંઘસામાચારભાષ્ય” પણ છે. ગાથા : ૯૧૦.
(૪) ધમ્મરણપયરણ–(ધર્મશાસ્ત્ર).
(૫) પર્વ-પજિકા (અહંદભિષેકવિધિ) –તેનું સાતમું પર્વ “બૃહતુંશાંતિ છે.
(૧) અંગવિજા–તેને ઉદ્ધાર કર્યો. | (૨) તિલકમંજરી-કવિ ધનપાલે રચેલી આ કથાનું સંશોધન કર્યું. - આચાર્યશ્રીના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી હતી અને ગુરુએ વાસક્ષેપ નાખેલા પાટલા પર બેસતી હતી. એક દિવસે આચાર્યશ્રી વાસક્ષેપ નાખવાનું ભૂલી ગયા, ત્યારે દેવીએ તરત જણાવ્યું કે, “ભગવદ્ ! હવે આપ છ મહિના જીવશે, તે પહેલાં આપે ગચ્છની વ્યવસ્થા અને પરભવની સાધના કરી લેવી જોઈએ.”
આચાર્યશ્રીને ૩૨ શિષ્ય હતા. તેમાંથી મુનિ વીરભદ્ર, મુનિ શાલિભદ્ર અને મુનિ સર્વદેવને બીજે દિવસે તેમણે આચાર્ય બનાવ્યા. આમાં આ૦ વીરભદ્ર તે રાજપુરીમાં જ કાલધર્મ પામ્યા. તેમની શિષ્ય પરંપરા ચાલી નહીં, પરંતુ તે સિવાયના બંને આચાર્યોની શિષ્ય પરંપરા લાંબા કાળ સુધી ચાલી છે. - અંતે આ શાંતિસૂરિ શેઠ યશના પુત્ર સેઢે કાઢેલા ગિરનાર તીર્થના યાત્રાસંઘ સાથે ગિરનાર પધાર્યા. ત્યાં તેમણે ભૂખ, તરસ અને ઊંઘને ત્યાગ કરી ૨૫ દિવસનું અનશન કર્યું અને સં. ૧૦૯૬ના જેઠ સુદિ ૯ ને મંગળવારે કૃત્તિકા નક્ષત્રમાં સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગગમન કર્યું. ટૂંકમાં તેઓ અનશન સ્વીકારીને દેવ થયા. પેટાગચ્છ–
આ શાંતિસૂરિની શિષ્ય પરંપરામાંથી થારાપદ્રગચ્છ, આરાસણગચ્છ, મડાહડાગચ્છ અને પિપલકછ એ નામે ઉપગ અને ભિન્ન શાખાઓ નીકળી છે, તે આ પ્રકારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org