________________
૨૬૪
જૈન પરંપરાના તિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
છે. ભ૦ ધનાથ તેમજ ભ॰ મહાવીરસ્વામીનાં દેરાસરા છે. વડગચ્છના આ વાદિદેવસૂરિ (જન્મ સ૦ ૧૧૪૩), થારાપદ્રગચ્છમાં આ॰ ચક્રેશ્વરસૂરિ (સ’૦ ૧૧૮૪-૧૨૨૧), ઉપશગચ્છના આ સિદ્ધસૂરિના સતાનીય આ॰ દેવગુપ્તસૂરિ (સ૦ ૧૪૮૬) અહીં જન્મ્યા હતા; કેમકે તેમના નામની પહેલાં મડાહડીય, મઠ્ઠારીય વિશેષણા લગાડેલાં જોવાય છે.
(-અર્બુદ પ્રાચીન જૈનલેખસ` દાહ, લેખાંક : ૧૧૪, ૬૨૨) મડારથી મડાહડાગચ્છ નીકળ્યો તે આ ચક્રેશ્વરસૂરિથી શરૂ થયા હતા. પ્રતિમાલેખામાં આ ચક્રેશ્વરસૂરિને વડગચ્છની સવિજ્ઞ વિહારી શાખાના આ વધમાનસૂરિના શિષ્ય બતાવેલા છે, પણ તેઓ કાણુ અને કચારે થયા તેના નિર્ણય કરવા એ એક જટિલ સમસ્યા છે. કેમકે ઇતિહાસના પરિશીલનથી જણાય છે કે, વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં વડગચ્છમાં સવેગી વધ માનસૂરિએ એ થયેલા છે. તે આ પ્રકારે
૧. વડગચ્છના આ૰ ઉદ્યોતનસૂરિના શિષ્ય આ॰વર્ધમાનસૂરિની સુવિહિત પરંપરાના નવાંગીવૃત્તિકાર આ॰ અભયદેવસૂરિના બીજા પટ્ટધર આ વ માનસૂરિ (સ૦ ૧૧૪૦-સ૦ ૧૧૭૨) હતા.
૨. આમ તે વટેશ્વરગચ્છ પ્રાચીન છે પણુ વડગચ્છ પછી નીકળ્યા છે. અને ગચ્છાની શબ્દસામ્યતા અને સામાચારીની એકતાથી કેટલાએક વિદ્વાને અનેને એક માની વટેશ્વરગચ્છમાંથી નીકળેલા થારાપદ્રગચ્છને વડગચ્છના પેટાગચ્છ બતાવે છે. (પ્રક૦૩૧, પૃ૦ ૪૭૩) આ સાધારણ માન્યતા અનુસાર થારાપદ્રગચ્છના આ શાલિભદ્ર ની પાટે સર્વિજ્ઞવિહારી આ॰ વધ માનસૂરિ (સ’૦ ૧૧૫૦ લગભગ) થયા. આથી અહીં એવી ભ્રમણા થાય છે આ॰ ચક્રેશ્વરસૂરિ આ બંનેમાંથી કયા આચાર્યના શિષ્ય હતા ? આને ખુલાસા આપણને થારાપદ્રીયગચ્છના શેડ સિદ્ધદેવની સ૦ ૧૧૮૭ માં લખાયેલ ‘ભગવતી સૂત્ર'ની વિશેષ વૃત્તિની પુષ્ટિકામાંથી મળે છે. તેમાં લખ્યું છે કે, શેઠ સિદ્ધદેવે આ પુસ્તક આ॰ શાલિભદ્રસૂરિના પર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org