________________
સાડત્રીસમું ] આ દેવસૂરિ
૨૫૯ આચાર્યશ્રીએ ભેજની સભાના ૮૪ જેટલા વાદીઓને જીતી લીધા.
પછી તે બીજા ૫૦૦ વાદીએ શાસ્ત્રાર્થ માટે ધારામાં આવી ચડ્યા. શ્રી શાંતિસૂરિ આ બધા વાદીઓને જીતી લેશે એવા વિચારથી દ્રવ્યને આંકડો ગણતાં રાજા વિમાસણમાં પડી ગયું. કવીશ્વર ધનપાલે રાજાનું મન પારખી તોડ કાઢયો કે, આચાર્યશ્રીનું નામ શાંતિ છે, પણ તે વાદીઓની સામે વેતાલ જેવા છે તેથી હવે વધુ વાદ કરવાની જરૂર નથી. રાજાએ આચાર્યશ્રીને ૮૪ લાખ માલવી કમ્મ આપવાના હતા, જેનું ગુજરાતી નાણું ૧૨ લાખ થાય. તે દ્રવ્યથી ધારામાં જેનમંદિરે બાંધવામાં આવ્યાં. કવીશ્વરે પિતાના તરફથી ૬૦૦૦ કમ્મ આપ્યા. તે આચાર્યશ્રીની આજ્ઞાથી થરાદના જૈનમંદિર માટે મેકલવામાં આવ્યા. થરાદના સંઘે તે દ્રમ્મમાંથી આદિનાથના દેરાસરમાં ડાબી તરફ એક દેરી કરાવી અને રથ બનાવ્યું.
આચાર્યશ્રીએ “તિલકમંજરી”માં ઉસૂત્રપ્રરૂપણું ન રહે એટલા પૂરતું સંશોધન કરી આપ્યું. રાજાએ આચાર્યશ્રીને “વાદિવેતાલ”નું માનવંતુ બિરુદ આપી ગુજરાતના સમર્થ વિદ્વાનની કદર કરી. .
૧. ૮૪ વાદ–તે વે ચતુરશાતિવાહિનઃ -- बंभ अट्ठ नव बुद्ध नग अट्ठारह जितीय । सैव सोल दहभट्ट सत्तं गंधव्व विजितीय ॥ जित्त दिगंबर सत्त पुण खत्तिय चार दु जोई । एक धीवर एक मिल्ल अरु एक हि भोई ।।
इत्येतेषां योगेन चतुरशीतिः भवन्ति ।। (-મહે ક્ષમા કલ્યાણને ફલવર્ધિસ્થાપના-વાદિદેવસૂરિસંબંધ',
પર્વકથાસંગ્રહ' સં. ૧૮૬૦ ફાગણ વદિ ૧, બિકાનેર) 1 જૈન, ૨ નૈયાયિક, ૩ સખ, ૪ બૌદ્ધ, ૫ વૈશેષિક અને ૬ ચાર્વાક એ છ દર્શનેના ૧૭ પિટાભે મળીને કુલ ૧૦૨ મતો છે.
(જે સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૨૨, ૫૦ ૧૪૨)
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org