________________
૨૫૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ૦ શાંતિસૂરિએ રાજગચ્છીય મહાતાર્કિક આ અભયદેવસૂરિ પાસે તર્કશાસ્ત્ર અને થારાપદ્રીયગચ્છના આ સર્વદેવસૂરિ પાસેથી જિનાગમનું જ્ઞાન મેળવ્યું હતું. પાટણ જઈ રાજ ભીમદેવ (સં. ૧૦૭૮ થી સં. ૧૧૨૦)ની રાજસભામાં પિતાની પ્રતિભા વડે કવીન્દ્ર” અને “વાદિચક્રવતીનાં માનદ બિરુદે મેળવ્યાં હતાં.
ધારામાં ભેજરાજની પંડિતસભાના પ્રધાન કવિ ધનપાલે “તિલકમંજરીકથા”ની રચના કરી હતી તે માટે તેમણે મહેન્દ્રસૂરિને પૂછયું કે, “આ કથાનું સંશોધન કેણ કરી શકે?” આચાર્યશ્રીએ વાદિવેતાલ શાંતિસૂરિનું નામ આપ્યું. કવિશ્રી એ માટે પાટણ આવ્યા અને સર્વપ્રથમ એમના એક શિષ્ય સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. વાર્તાલાપથી તેમને ખાતરી થઈ કે, આવા વિદ્વાન શિષ્યના ગુરુ વિદ્યાસાગર હોય એમાં નવાઈ નથી જ. તેમણે આચાર્યશ્રીને ધારા પધારવા વિનંતિ કરી અને પિતે સાથે રહીને તેમને સંતુ ૧૦૮૩ લગભગમાં ધારા નગરી તરફ લઈ ગયે.
એક રાતે સરસ્વતીએ આચાર્યશ્રીને આશીર્વાદ આપ્યું કે, “તમે તમારો હાથ ઊંચા કરી વાદ કરશે તે તમને દરેક સ્થાને વિજય
મળશે.'
ધારા પહોંચતાં અગાઉના મુકામે રાજા ભોજરાજે તેમની સામે આવીને જણાવ્યું કે, “ધારાની સભામાં ઉભટ વાદીઓ છે, તેમાંના જેટલા વાદીઓને આપ જીતશે તેટલા લાખ માલવી દ્રમ્મ તમને આપીશ. જેઉં છું કે ગુજરાતના જેન સાધુઓમાં વિદ્વત્તાનું કેટલું સામર્થ્ય છે ?”
(૧૦) નાણાવાલગચ્છમાં સં. ૧૨૬૫ના લેખવાળા. (૧૧) મડાહડગચ્છમાં આ૦ યશદેવસૂરિની પ્રતિમાના પ્રતિષ્ઠાપક. (૧૨) તપાગચ્છમાં (૧) આ. વિજયશતિસૂરિ (આબુવાળા), (૨) આ
વિજય શાંતિસૂરિ (કચ્છવાળા). ' (૧૩) નાણાવાલમછમાં મૌની શાંતિસૂરિ, જેમણે ૧૮૦૦૦ બ્રાહ્મણને જૈન બનાવ્યા.
(-રાજગ૭ પટ્ટાવલી, પૃ. ૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org