________________
છત્રીશમ્ | આ સર્વદેવસૂરિ
૨૬૩ અને રાજપુરેહિત સોમેશ્વર હતો, જે આ જિનેશ્વર અને આ બુદ્ધિસાગરને મા થતે હતો. આચાર્યોએ તેમને ત્યાં જઈ વેદ, ઉપનિષદ્ અને જેનાગમ સમ્મત આશીર્વાદ આપ્યો તે આ પ્રમાણે–
જે હાથ, પગ અને મન વિના સ્વીકારે છે, આંખ વિના જૂએ છે, કાન વિના સાંભળે છે અને વિશ્વને જાણે છે પણ તેને કઈ જાણતું નથી એવા નિરંજન, નિરાકાર મહાદેવ એ જ જિનેશ્વર છે તે તમારું કલ્યાણ કરે.”
પુરોહિત આ સાંભળીને ચમક્યો. સેમેશ્વર અને આચાર્યો વચ્ચે વાર્તાલાપ થયે. વાતવાતમાં જાણવામાં આવ્યું કે, બંને આચાર્યો તેમના ભાણેજ થતા હતા અને ચૈત્યવાસીઓના કારણે તેઓને ઊતરવા યોગ્ય સ્થાન મળ્યું નથી. આથી તેણે તરત જ આચાર્યોને અતિ આદરપૂર્વક પોતાના મકાનના મેડા ઉપર ઉતારો આપ્યો. યાજ્ઞિક,
સ્માર્ત, દીક્ષિત, અગ્નિહોત્રી વગેરે કેટલાયે વિદ્વાને આચાર્યશ્રીને સત્સંગ કરવા આવ્યા અને તેમની વિદ્વત્તા જોઈ-જાણીને ખુશ થઈ ગયા.
જૈનાચાર્યોની વિદ્વત્તાની વાત નગરમાં ફેલાઈ ગઈ. ચૈત્યવાસીઓના માણસે સાંજે તપાસ કરવા આવ્યા અને તેઓએ આચાર્યોને જણાવ્યું, “આ ચૈત્યવાસીઓનું ક્ષેત્ર છે અને તમે ચૈત્યવાસી નથી માટે તરત પાટણમાંથી ચાલ્યા જાઓ.” પુરહિતે તેઓને કહ્યું: “આને નિર્ણય રાજસભામાં થશે” એમ સમજાવીને તેઓને પાછા મોકલ્યા. બીજે આ દિવસે પુરોહિતે રાજસભામાં જઈને જણાવ્યું કે, “દેવ! જેનાચાર્યો મારા અતિથિ છે. જેનોએ તેમને ઊતરવા ગ્ય સ્થળ આપ્યું નથી.
મેં તેમને ગુણગ્રાહકદષ્ટિએ જ મારે ત્યાં ઉતારે આપ્યો છે. જે ૩. આમાં મારી ભૂલ થઈ હોય તે મને દંડ આપશે.” - રાજાએ જવાબ આપે કે, “મારા રાજ્યમાં કઈ પણ ગુણવાન પરદેશી રહી શકે છે. એને રહેવાની મને કેમ કરાય?”
ચૈત્યવાસીઓએ પિતાને મુદ્દો રજૂ કર્યોઃ “ચૈત્યવાસીઓને સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકે, બીજાએ ન રહી શકે–આ ફરમાનને અમલ આજ પર્યત બરાબર થતો રહ્યો છે અને હવે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org