________________
૨૪૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ (૭) પાટણનિવાસી શેઠ છાડાના વંશજ સંઘવી ખીમસિંહ અને સં૦ સહસાએ સં. ૧૫૭ના પિષ વદિ ૭ ના રોજ પાવાગઢમાં જિનમંદિર બંધાવી, મોટા બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ આ લક્ષ્મીસાગરસૂરિના શ્રાવક હતા.
(૮) ચાંપાનેરના શેઠ જયવંતે સં. ૧૬૩રના વૈશાખ સુદિ ૩ના રેજ અહીં પાવાગઢમાં જિનાલય બંધાવી તેને આ વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા-મહોત્સવ કરાવ્યો હતો.
(-વિજયપ્રશસ્તિ, સર્ગ = ૮, ૦ ૪૦ થી ૪૫) (૯) સં. ૧૭૪૬ માં પ૦ શીતવિજયજીએ રચેલી “તીર્થમાલા. માં ભ૦ નેમિનાથના મંદિરને ઉલ્લેખ આ રીતે કર્યો છે
ચાંપાનેરી નેમિ જિદ, મહાકાલી દેવી સુખકંદ. (૧૦) કાલિકાનું મંદિર–ચોથા તીર્થકર ભ૦ શ્રીઅભિનંદનસ્વામીની શાસનદેવી કાલીદેવી છે. ભ૦ અભિનંદન સ્વામીના મંદિરમાં તેનું મંદિર હતું અને તેમાં જૈન શિલ્પ પ્રમાણે મૂર્તિ બનાવીને સ્થાપના કરી હતી, જે પાવાગઢની કાલીદેવી તરીકે ગુજરાતના ગરબામાં માનભેર ગવાય છે. નગારખાનાના દરવાજે ૨૨૬ પગથિયાં ચડવાથી કાલિકા માતાનું મંદિર આવે છે. આ આર્ય રક્ષિતે તેની આરાધના કરી સં. ૧૧૬૯ માં વિધિપક્ષગ૭ (અંચલગચ્છ)ની સ્થાપના કરી હતી અને કાલિકાદેવીને અંચલગચ્છની અધિષ્ઠાયિકા દેવી મુકરર કરી હતી. આ દેવી પ્રભાવક અને ભક્તોની ઈચ્છા પુરનારી મનાઈ છે. પૃથ્વીરાજ ચૌહાણના વંશજો પાવાગઢના રાજવીઓ હતા. ત્યારે તેઓ આ દેવીને રાજ્યની રખેવાળી કરનારી માનતા હતા. પંદરમી શતાબ્દી સુધી પાવાગઢને ઉન્નત કાળ હતા. પાવાગઢના પતાઈ રાવલને દુબુદ્ધિ સૂઝી અને તેણે સખીઓ સાથે ગરબામાં સાક્ષાત્ આવેલી કાલિકા માતાને હાથ પકડી તેને પિતાની દુર્ભાવના જણાવી. દેવીએ રાજાને ઘણું સમજાવ્યું પણ તે માન્ય નહીં, એટલે દેવીએ શાપ આપે. પરિણામે મહમ્મદ બેગડે અહીં ચડી આવ્ય, ચાંપાનેર ભાંગ્યું, પાવાગઢનું પતન થયું, જૈન મંદિરે લૂંટાયાં. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org