________________
છત્રીશમું ] આ૦ સર્વદેવસૂરિ
૨૫૧ બસ, આ સમયથી સં. ૧૨૮૫થી આ જગચંદ્રસૂરિના શિષ્ય તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. એટલે આઘાટ નગર તપસ્યાનું તીર્થ છે, તપા બિરુદનું પુનિત ધામ છે અને તપાગચ્છના આ૦ જગચંદ્રસૂરિની તપસ્યાનું પ્રતીક છે. મેવાડના રાણુઓ ત્યારથી તપાગચ્છના આચાર્યોને પિતાના ગુરુ માને છે. તપાગચ્છનું બહુમાન કરે છે, રાજવીઓ તપાગચ્છના ભટ્ટારકોને પછેડી ઓઢાડી સન્માન આપે છે.
(જૂઓ, પ્રક. ૪૪, સિસોદિયાવંશ) શેઠ હેમચંદે રાણું જેત્રસિંહના રાજકાળમાં સર્વ આગમે તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં. આમાંનાં ઘણાં આગામે ખંભાતના ભ૦ શાંતિનાથજીના જૈન ગ્રંથભંડારમાં વિદ્યમાન છે.
ઉદયપુર અને ઉદયપુર સ્ટેશનની વચ્ચે ઉદયપુરથી ૧ માઈલ દૂર આહડ ગામ છે. અહીં પ્રાચીન ચાર જિનાલયે છે. રાણું ઉદયસિંહે વિ. સં. ૧૯૨૪ માં ઉદયપુર વસાવ્યું અને તેને રાજધાની બનાવી. તે પછી આહડની જાહોજલાલી ઓસરી હોય એમ લાગે છે.
(પૂ. મુનિરાજ શ્રીવિદ્યાવિજયજીને “ઉદયપુરનાં મંદિરે”
ને લેખ, જૈનસત્યપ્રકાશ, કે : ૧૦, પૃ. ૩૧૮, ૩૧૯) કરહેડા તીર્થ (સં. ૧૦૩૯)
મેવાડમાં ચિત્તોડ અને ઉદયપુરની વચ્ચે કરહેડા સ્ટેશનનું ગામ છે. એ કહેડા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થધામ છે. અહીં બાવન દેરીવાળું મોટું દેરાસર છે. તેમાં પાટ ઉપર સડેરકગચ્છના આ૦ થશેભદ્રસૂરિના સંતાનીય આ૦ શ્યામાચાર્યને સં૦ ૧૦૩ને શિલાલેખ છે.
માંડવગઢના મંત્રી પેથડના પુત્ર મંત્ર ઝાંઝણે આ૦ દાદા શ્રીધર્મ ઘોષસૂરિના ઉપદેશથી આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો ને સાત માળનું મંદિર બંધાવ્યું.
(સુકૃતસાગર, તરંગ : ૮) ન દેરાસર પૂર્વાભિમુખ છે. પૂર્વ દિશાની દિવાલમાં એક છિદ્ર એવી રીતે રાખ્યું છે કે, ભ૦ પાર્શ્વનાથના જન્મ દિવસે માગશર વદિ ૧૦ ની સવારે સૂર્યોદય થતાં જ તેનાં કિરણે બરાબર ભ૦ કરહેડા પાર્શ્વનાથના મુખ ઉપર પડે. (-જૈન તીર્થોને ઈતિહાસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org