________________
પ્રકરણ સાડત્રીસમું
આ૦ દેવસૂરિ આ સર્વદેવસૂરિની પાટે આ દેવસૂરિ થયા. ગુજરાતી “પટ્ટાવલી માં તેમનું બીજું નામ અજિતદેવ પણ મળે છે. તેમના જીવન વિશે કેઈ નોંધ મળતી નથી. તેઓ બહુ રૂપાળા હતા તેથી ગુજરાતના રાજા કર્ણદેવે તેમને “રૂપશ્રી નું બિરુદ આપ્યું હતું. રાજાએ એ બિરુદ પિતાની નાની ઉંમરમાં આપ્યું હોય તે આચાર્યશ્રીને સ્વર્ગગમનકાળ સં. ૧૧૧૦ લગભગ ગણાય અને રાજા થયા પછી આપ્યું હોય તે સં૦ ૧૧૨૫ લગભગમાં મનાય. આ ફગુમિત્ર–
તેઓ યુગપ્રધાન હતા. તેમને યુગપ્રધાનકાળ સં. ૧૦૬૧ થી ૧૧૧૦ હતો. આ યુગમાં રાજગચ્છના આ શીલભદ્ર કે વડગચ્છના આ૦ દેવસૂરિ યુગપ્રધાન હોય એ સંભવ છે. કેમકે તેઓ એ સમયને સૌમ્યમૂર્તિ આચાર્યો હતા.
આ અરસામાં ઘણું પ્રભાવક આચાર્યો થયા હતા. આબૂતીર્થની સ્થાપના આ સમયમાં જ થઈ હતી. આઠ વર્ધમાનસૂરિ–
આ નામના સમકાલીન ત્રણ આચાર્યો જાણવા મળે છે."
૧. વર્ધમાનસૂરિ નામના ઘણું આચાર્યો થયાનું જણાય છે(૧) રુદ્ર૫લ્લીયગચ્છના આચાર્ય, જેમણે “સ્વપ્નપ્રદીપ’ . ૧૬૭
રચ્યો છે. (૨) ખરતરગચ્છના આ૦ જેમણે “આચાર દિનકર' ગ્રંથ બનાવ્યો છે. (૩) નવાગવૃત્તિકાર આ અભયદેવસૂરિના પટ્ટધર સં ૧૧૪૦, ૧૧૭૨. (૪) પૂર્ણતલ્લગ૭ના આચાર્ય સં. ૧૧૭૫. (પ્રક. ૩૫, પૃ૦૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org