________________
૨૪૦ ,
મિ ક ન
કરાય
એ પકિર વારી
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સમય જતાં ભીલડિયાની આબાદી ઘટવા લાગી..
તે પછી છેવટે રામસેનથી ૧૨ કેશ દૂર સં. ૧૮૭ર માં ભીલ ડિયા ગામ ફરી વસ્યું. આજે અહીં શ્રાવકેનાં ૫ ઘર છે. સં૦ ૧૮૯૨ માં એક નાનું ઘરદેરાસર બનાવેલું તે વિદ્યમાન છે. - ગામની બહાર મેટું દેરાસર તીર્થધામ છે. તેમાં તીર્થનાયક તરીકે ભીલડિયા પાર્શ્વનાથની નાની શ્યામ પરિકરવાની પ્રતિમા છે, પણ તે ગાદીમાં મૂળનાયકના સ્થાને નથી પણ પડખે ભારવટાની નીચે વિરાજમાન છે અને મૂળનાયકના સ્થાને ભ૦ નેમિનાથની પ્રતિમા વિરાજમાન છે.
મુસ્લિમ સમયમાં તીર્થનાયકની રક્ષા કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ભીલડિયા આ રીતે પ્રાચીન જૈન તીર્થધામ છે. પાવાગઢ–
વનરાજ ચાવડાએ સં. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપન કર્યું ત્યારે તેના મંત્રી ચાંપા શાહે ચાંપાનેર વસાવ્યું ને પાવાગઢ ઉપર કિલ્લે બાંધ્યું. તેણે અહીં જેન દેરાસર પણ બંધાવ્યું.
અહીં ઘણું જૈન મંદિર બન્યાં હતાં, તેમના કેટલાકના ઉલ્લેખ નીચે મુજબ મળી આવે છે –
(૧) શ્રીસંઘનું બાવન દેરીવાળું ભ૦ અભિનંદસ્વામીનું પ્રાચીન મંદિર હતું, જેને જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા આ ગુણસાગરસૂરિએ સં. ૧૧૧૨ ના વૈિશાખ સુદ ૫ ને ગુરુવારે કરાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા –ઉત્સવથી સંઘમાં આનંદી વાતાવરણ ફેલાયું હતું.
(૨) જીરાવલા પાર્શ્વનાથનું મંદિર હતું, તેની પ્રતિષ્ઠા શ્રીસંઘે આ૦ ગુણસાગરના હાથે સં. ૧૧૧૨ ના વૈશાખ સુદિ પ ને ગુરુ વારે કરી હતી.
મહમ્મદ બેગડાએ ચાંપાનેર ભાંગ્યું ત્યારે શ્રીસંઘે આ મંદિરના મૂળનાયકની પ્રતિમા જમીનમાં ભંડારી હતી. તપાગચ્છની સાગરશાખાના ભટ્ટારક શ્રી શાંતિસાગરે પિતાને આવેલા સ્વપ્નદર્શન મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org