________________
૨૩૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
સં. ૨૦૧૪ ના ભાદરવા વદિ ૬ તા. ૨૩–૧૦–૧૯૫૮ ને બુધવારે દેરાસરના ચેકના ખૂણામાં ખેદકામ કરતાં ૩૨ જિનપ્રતિમાઓ નીકળી આવી છે. કેઈ કેઈ ઉપર સં ૧૩૫૫ પિપ્પલાગ૭ના આચાર્ય અને પીંપલપુરપાટનના ઉલ્લેખ છે.
અહીં બે દેવીની મૂર્તિઓ છે. તેની ઉપર નીચેની મતલબવાળા લેખે કરેલા છે–
૧. હીંગલાજ દેવી–“સં. ૧૬૬૮ ના જેઠ સુદિ ૧૪ હીંગલાજ મૂર્તિ. સંભવ છે કે, મહણીક દેવીને બદલે આ મૂર્તિ બની હશે, તેનું અસલ નામ ભુલાઈ જવાથી લેકેએ આ નામ રાખ્યું હશે. શત્રુંજયતીર્થમાં પહાડના ચડાવમાં વચ્ચે રસ્તા ઉપર હીંગલાજ દેવીનું સ્થાન છે. કિંવદંતી એવી છે કે, આ દેવીને થરપારકરથી લાવીને અહીં સ્થાપન કરેલી છે.
૨. કાલિકા દેવી–સં. ૧૩પપ વૈશાખ પિમ્પલકગામમાં ભ૦ નેમિનાથની અધિષ્ઠાયિકાદેવી અંબિકાદેવીની મૂર્તિ.”
શિલાલેખ મુજબ તો આ અંબિકાદેવીની જ મૂર્તિ છે પણ ભુલાઈ જવાથી લેકેએ તેનું નામ કાલિકાદેવી રાખ્યું હશે.
આ પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પિપ્પલકનગર, ઢીમાગામ અને ભેરેલગામ એ વાસ્તવમાં એક જ છે અને પ્રાચીન જૈનતીર્થ છે.
(–પ્રભાવક ચરિત્ર, અંચલગચ્છની પટ્ટાવલી, જૈન તીર્થોને
ઈતિહાસ, “કલ્યાણ” માસિક, વ૦ ૧, અંક: ૨ ને વિશેષાંક) ભીલડિયા તીર્થ
- ભીલડિયા એ ભવ પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ છે, તેનું સંસ્કૃત નામ ભીમપલ્લી હતું. અહીં ભ૦ મહાવીરસ્વામીને દેરાસરમાં સં. ૧૨૧૮ ફાગણ વદિ ૧૦ ના આ૦ જિનચંદ્રની દીક્ષા થઈ હતી. આ ભીલડિયા વિકમની તેરમી સદીમાં લવણપ્રસાદ વાઘેલાના તાબામાં હતું. વડગચ્છના આચાર્ય શતાર્થી આ૦ સોમપ્રભસરિ, આ૦ જગચંદ્રસૂરિ વગેરેએ સં. ૧૨૭૩ માં ભીલડિયાની યાત્રા કરી હતી. આ અભયતિલકસૂરિએ સં. ૧૩૦૭ માં અહીં “મહાવીરરાસ”ની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org