________________
૨૩૬
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કરેજની રાજકુમારી મહણ કૂવામાં પડીને વ્યંતરી થઈ હતી તેની ભવનદેવી તરીકે સ્થાપના કરી હતી.
વડગચ્છના વાદિદેવસૂરિ આચાર્ય થયા પછી પિમ્પલકનગર પધાર્યા હતા, ત્યારે ત્યાં આસપાસમાં ભયંકર જગલ હતું. ત્યાં વિહારમાં તેમને સિંહ સામે મળે, પણ આચાર્યશ્રીની તપસ્યાના પ્રભાવથી તે ઉપસર્ગ ટળી ગયો.
(-પ્રભાવકચસ્ત્રિ) સંભવ છે કે ત્યારથી અહીં ભયલ નામે એકી ગામ વસ્યું હોય.
થારાપદ્રગચ્છના આઠ વાદિવેતાલસૂરિના સંતાનય આ૦ શાંતિ સૂરિએ સં૦ ૧૨૨૨ માં પાટણમાં શેઠ સિદ્ધપાલના દેરાસરમાં પિતાના આઠ શિષ્યને આચાર્ય બનાવ્યા અને પિમ્પલકગછની સ્થાપના કરી. એટલે કે તેમણે પોતાના ગચ્છની મુખ્ય ગાદી થારાપદ્રને બદલે પિપલકમાં રાખી. આથી સમજાય છે કે, વિક્રમની તેરમી સદી સુધી પિપલકનગર આબાદ હતું. તે પછી મહમ્મદ ઘેરી કે બીજા કેઈ મુસ્લિમ હુમલાથી એ નગર અને જૈન દેરાસરને વિનાશ થયે. આજે આ બંને સ્થાને રાજમહેલ અને દેવતભેડા તળાવના નામથી પ્રસિદ્ધ છે. આ વાદિદેવસૂરિવાળી સિંહની ઘટના દેવતભેડાના સ્થાને બની હોય એવું અનુમાન થાય છે.
ભરેલથી પશ્ચિમમાં રા માઈલ દૂર રાજમહેલને ટીંબે છે. ત્યાંથી પ્રાચીન ઇંટે નીકળે છે. ભરેલથી પૂર્વમાં ગણેશપુરને રસ્તે ૧ માઈલ દૂર જૂનું દેવતભેડા તળાવ છે. ત્યાં આજે બાવન દેરીવાળા જિનપ્રાસાદના અવશેષો દેખાય છે. તળાવની પાસે જ “વાણિયાકેરું ખેતર” છે ત્યાં અગાઉ વાણિયાવાસ, વાણિયાઓની દુકાને કે દેરાસરના નિભાવ માટે આપેલું જૈન ખેતર હશે.
* પિપલકનગર નાશ પામ્યું અને ભેરેલનગર આબાદ થયું. તેનું બીજું નામ ભરલ પણ મળે છે. ભરલના શેઠ મુંજા શાહ શ્રીમાલીએ સં૦ ૧૨૦૨(૧૩૦૨)માં ભરલમાં મેટો જિનપ્રાસાદ બંધાવી, તેની વલભીગચ્છના આઠ પુણ્યતિલકસૂરિ (સં૦ ૧૨૦૭ થી સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org