________________
૨૨૬
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ પાર્શ્વનાથનાં દર્શન કરી પારણું કરીશ એ અભિગ્રહ લીધો. આ તપ પંદર વર્ષ સુધી તેમણે ચાલુ રાખ્યું હતું - તેમણે સં ૦ ૧૩૧૯ લગભગમાં તપ પૂરું કરી આબૂની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીસંઘ સાથે શંખેશ્વરતીર્થમાં જવા વિહાર કર્યો. તેઓ વૃદ્ધ હતા, તપસ્વી હતા, ધોમ ધખતો હતો એટલે રસ્તામાં વિસામે લેવા એક ઝાડની છાયામાં નીચે બેઠા અને તે જ સ્થળે શંખેશ્વરજી ના ધ્યાનમાં એકતાન થઈ જતાં આયુષ પૂરું થવાથી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને મરીને શંખેશ્વરતીર્થમાં જ તીર્થાધિષ્ઠાયક તરીકે ઉત્પન્ન થયા. અધિષ્ઠાયકરૂપે તીર્થમાં વિવિધ પરચા પૂરવા લાગ્યા. આ અધિષ્ઠાયકે શ્રી સીમંધરસ્વામી પાસે જઈને મંત્રીના ભો જાણી લીધા. એક વાર નાગરને શેઠ સુભટ ઓશવાલ શંખેશ્વરની યાત્રાએ આવતાં રસ્તામાં લૂંટાયો ત્યારે અધિષ્ઠાયકદેવે તેને મદદ કરી અને લૂંટાયેલે માલ પાછો અપાવ્યો. આ આચાર્યશ્રી વડગચ્છના હતા.
(-શ્રીજિનહર્ષગણિનું “વસ્તુપાલચરિત” પ્ર. ૮, પ્લેટ ૫૯૦ થી ૬૩૩; પ્રબંધકોશ પૃ૦ ૧૨૮, પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. ૬૮, શંખેશ્વર મહાતીર્થ, ભા. ૧, પૃ. ૬૫, ૬૬, ભા. ૨, પૃ૦ ૪૬ થી ૪૯)
૫. સુવિહિત પટ્ટાવલી ૩૮. આ જિનચંદ્રસૂરિ.
૩૯. આ ચંદ્રસૂરિ–તેઓ વ્યાકરણના પારંગત, સાહિત્યના સાગર, વાદિવિજેતા, કામવિજેતા અને શાસ્ત્રસિદ્ધાંતના પારગામી હતા.
(–મલિનાહચરિય-પ્રશસ્તિ) આરાસણાના એક લેખમાં તેમને નવાંગવૃત્તિકાર આ અભયદેવસૂરિના સંતાન તરીકે ઓળખાવ્યા છે.
(પ્રાચીન જેનલેખસંગ્રહ, ભાગ ૨, લેટ: ૨૮૩) ૪૦. આ૦ હરિભદ્રસૂરિ–તેમણે સં૦ ૧૧૭રમાં પં૦ જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org