________________
ત્રીશામું ] આ સર્વ દેવસૂરિ
૨૧૯ સ્પષ્ટ છે કે, આ અભયદેવસૂરિ ચંદ્રકુલના સંવિજ્ઞવિહારી આ વર્ધમાનસૂરિના પ્રશિષ્ય હતા. સમર્થ જ્ઞાની સુવિહિત આ જિનેશ્વરસૂરિ તથા આ૦ બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. ભ૦ મહાવીરસ્વામીથી ઊતરી આવેલી પરંપરાના હતા. મહારાજવંશમાં જન્મ્યા હોય એમ ઉત્તમ મુનિવંશના હતા અને તેમને સહાયક સંવિજ્ઞવિહારી આ અજિતસિંહસૂરિના શિષ્ય વિદ્વાન અને ક્રિયાપ્રધાન પં. યશેદેવગણિ હતા. “મારાનવેરાગર' એ શબ્દપ્રયેગ બહુ સૂચક છે. સંભવ છે કે, તેમણે ઉપકેશગચ્છ, રાજગચ્છ કે ચૈત્યવાસીની હરેલમાં પિતાના મુનિવંશની ઉત્તમતા બતાવવા માટે આ પ્રયોગ કર્યો હોય. તીર્થસ્થાપના–
થામણમાં સેઢી નદીના કિનારે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા આ૦ અભયદેવસૂરિએ પ્રગટ કરી તે સમયે મલવાદીગચ્છના આચાર્ય વિદ્યમાન હતા. આ અભયદેવસૂરિ અહીં પધાર્યા ત્યારે સંઘ એકઠે થયે અને સંઘે ગામજમણ કર્યું હતું. પ્રતિમા માટે જિનપ્રાસાદ બાંધવાનો નિર્ણય થતાં એક લાખ ટ્રમ્પને ફાળે કર્યો હતો. મલ્લવાદીગચ્છના આચાર્યના ઉપદેશથી શ્રાવકેએ શિલ્પી આક્રેશ્વર અને મહિષ પાસે ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું અને આ અભયદેવસૂરિના કરકમલથી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. તે સમયથી થામણ તીર્થ બન્યું.
જય તિહુઅણુ” તેત્રની રચના સં. ૧૧૧૧ માં થયેલી મનાય છે. એટલે આ ઘટના પછી નવાંગ વૃત્તિઓ રચાઈ એમ સંભવે છે. - આચાર્યશ્રીએ “જય તિહુઅણુ’ની બે ગાથાઓ ધરણેની સૂચનાથી ગુપ્ત રાખી છે, તેથી આજે તેની ૩૦ ગાથાઓ જ વિદ્યમાન છે. ટીકારચના
નિતિગચ્છના આઠ શીલાંકસૂરિએ સં૦ ૯૩૩ ની આસપાસ માં આયરંગસુત્ત, સુયગડાંગસુત્ત અને વિવાહપણુત્તિસુત્તની ટીકાઓ
૧. જુઓ પિટર્સનને રિપોર્ટ ત્રીજે, પૃ. ૨૫, એપેન્ડિકસ પૃ. ૨૪૫, જૈન ગૂર્જર કવિઓ-ભાગ ૨, પૃ. ૬૭૪, ૭૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org