________________
છત્રીશમું ] આ સર્વદેવસરિ
૨૨૩ ગુણચંદ્રગણિએ સં૦ ૧૧૨૫ માં “સંગરંગશાલા”નું સંશોધન કર્યું. તેમણે સં૦ ૧૧૩૯માં મહાવીરચરિયું, સં૦ ૧૧૫૮ માં ભરુચમાં કહાયણકોસો”, સં૦ ૧૧૬૮ માં ભરૂચની આંબડ વસતિમાં “સિરિ પાસનાચરિયું, પ્રમાણપ્રકાશ, આરોહણ, અણુતજિણથયું, થંભણપાસનાહથયું, વીતરાગસ્તવન” વગેરે ગ્રંથ રચ્યા છે. તેમણે સં૦ ૧૧૬૭ માં ચિત્તોડમાં આ૦ જિનવલ્લભને અને સં. ૧૧૬૯ના વૈશાખ વદિ દ દિને આ જિનદત્તને આચાર્યપદ આપ્યું.
તેમની પાટે આ પ્રભાચંદ્ર, આ૦ તિલક, આ૦ દેવાનંદસૂરિ થયા. આ૦ પ્રભાચંદ્ર “વીતરાગસ્તોત્ર'નું વિવરણ રચ્યું છે. આ તિલકસૂરિએ “ગૌતમપૃચ્છા” રચી છે.
૪૧. આ દેવાનંદ–તેઓ શુદ્ધ ચારિત્રપાત્ર હતા. ૪૨. આ દેવપ્રભ.
૪૩. આ૦ પદ્મપ્રભસૂરિ–તેમણે સં. ૧૨૯૪ માં “મુનિસુવ્રતસ્વામિચરિત્ર” રચ્યું છે.
(-પ્રભાવક ચરિત્ર, પ્રબંધકોશ, નવાગવૃત્તિપ્રશસ્તિ, શિલાલેખ, મુનિસુવ્રતસ્વામિચરિત્ર પ્રશસ્તિ, વીતરાગતેત્રવિવરણ-પ્રશસ્તિ, પાવલી સમુચ્ચય ભાવ ૨, પૃ. ૨૨૧ થી ૨૩)
૨. સુવિહિત પટ્ટાવલી ૩૮. આવ અભયદેવસૂરિ.
૩૯ આઠ વર્ધમાનસૂરિ–તે આ અભયદેવના દીક્ષા-શિક્ષા શિષ્ય હતા. આ અભયદેવસૂરિએ તેમને પોતાના હાથે પાટે સ્થાપન કર્યા હતા. તેમણે સં૦ ૧૧૪૦ માં “મણરમાકહા’, સં૦ ૧૧૬૦ માં ખંભાતમાં “આદિનાહચરિયં” અ૫ અને સં૦ ૧૧૭૨ માં “ધર્મ કરંડક” પજ્ઞવૃત્તિ સહિત રચ્યાં છે. ધર્મકરંડક'નું ઉપાટ પાર્થ ચંદ્ર, પં. અશેકચંદ્રગણિએ સંશોધન કર્યું હતું. તેમાં નેમિચંદ્ર (આ આમદેવના શિષ્ય) અને ધનેશ્વરનાં નામે ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org