________________
૨૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ તેના ઘરમાં ભીંત પર વીશ લાખ ટકાને લેણદેણને હિસાબ નોંધાચેલે હતું. બંને ભાઈઓ એ હિસાબને રોજ જોતા હતા, તેથી બંનેને તે મુખપાઠ જે થઈ ગયે હતે. એક વેળા શેઠના ઘરમાં આગ લાગી, તેમાં એ હિસાબ નાશ પામ્યું. આથી શેઠ ગમગીન બની ગયે. બીજે દિવસે બંને ભાઈઓ રોજિંદા નિયમ પ્રમાણે ભિક્ષા માટે શેઠને ઘેર આવ્યા. શેઠને શેકગ્રસ્ત થયેલો જોઈ વસ્તુસ્થિતિ પામી ગયા. તેમણે શેઠ પાસે આવીને પિતાની યાદ પ્રમાણે નોંધ કરાવી દીધી. આથી શેઠ તે બંને ઉપર ખુશ થઈ ગયે. તેણે બંનેને આવા બુદ્ધિશાળી જાણ, જે તેઓ જેન સાધુ બને તો સાચે જ પ્રભાવક થાય અને જેનશાસનની ઉન્નતિ કરે. આમ વિચારી તેઓને પરિચય આ૦ વર્ધમાનસૂરિને કરાવ્યું. તે બંનેએ આ ગુરુ પરમતારક લાગે છે એમ જાણીને તેમની પાસે દીક્ષા લીધી. ધીમે ધીમે જૈન શાસ્ત્રોને અભ્યાસ કરી છેવટે આચાર્ય પદ મેળવ્યું. ગુરુમહારાજે તેઓનું નામ આ૦ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર રાખ્યું. બંનેને ગુજરાત તરફ વિહાર કરવા આજ્ઞા આપી, “બૃહન્નુર્વાવલી ”માં આવે વર્ધમાનસૂરિ વગેરે ૧૮ સાધુઓ હતા, એ ઉલ્લેખ કર્યો છે.
વનરાજ ચાવડાએ ગુજરાતના સ્વતંત્ર રાજ્યને પાયે સં. ૮૦૨ ના વૈશાખ સુદિ ૨ ના દિવસે નાખે. તેને રાજ્યાભિષેક પ્રથમ પંચાસરમાં અને પછી સં૦ ૮૨૧ માં પાટણમાં જૈનાચાર્ય શીલગુણસૂરિ અને આ દેવચંદ્રસૂરિના પ્રભાવક વાસક્ષેપથી થયે હતે. વનરાજે પણ ત્યારે એ ગુરુઓને શિષ્ય પરંપરાના હકમાં તામ્રપત્રફરમાન લખી આપ્યું કે, “આ આચાર્યોને માનનારા ચૈત્યવાસી ચતિઓને સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકે, બીજાએ રહી શકશે નહીં.” ગુજરાતના રાજાઓએ આ ફરમાનનું આજ સુધી અખંડ પાલન કર્યું હતું. (જૂઓ, પ્રક૩૧, પૃ. ૪ઉં, ૪૯૪)
આ ફરમાનના આધારે પાટણમાં ચૈત્યવાસીઓનું વર્ચસ્ હતું. સંવેગી, વનવાસી, વિહરુક કે બીજા સાધુઓને રહેવા માટે પાટણમાં સ્થાન મળતું નહોતું. સં. ૧૦૮૦ માં પાટણને રાજા ભીમદેવ હતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org