________________
જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકચ્છ પણ તેને બરાબર અમલ થવો જોઈએ, અસલ વસ્તુ આ છે. હવે આપ જણ તેમ કરીએ.” - રાજાએ કહ્યું: “અમે પહેલાંના રાજાઓની આજ્ઞાને દઢતાથી પાળવાને તૈયાર છીએ, પરંતુ સાથે સાથે અમે એમ પણ ઈચ્છીએ છીએ કે, ગુણીજનેનું સન્માન રૂંધાવું ન જોઈએ. તમારા જેવા ઉત્તમ પુરુષના આશીર્વાદથી જ રાજાઓ પિતાના રાજ્યને આબાદ બનાવે છે, એ વાત પણ ધ્યાન બહાર જવી ન જોઈએ. હવે અહીં એટલું જ બની શકે કે, આપ મારી આગ્રહભરી વિનંતિથી આજ્ઞા આપે જેથી એ આચાર્યો પાટણમાં રહી શકે.”
ચિત્યવાસીઓએ રાજાની માગણીને કબૂલ રાખી સંવેગી મુનિવરોને પાટણમાં રહેવાની સમ્મતિ આપી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૮૦) - શેવાચાર્ય જ્ઞાનદેવ તેમજ પુરોહિત સેમેશ્વરદેવે નવા ઉપશ્રયનો પાયો નાખ્યું અને સં૦ ૧૦૮૦ થી પાટણમાં સુવિહિત સાધુઓને એગ્ય ઉપાશ્રય બન્ય. ' તે પછી બંને આચાર્યો માલવા તરફ વિહાર કરી ગયા અને
ત્યાં જઈ અભયકુમારને દીક્ષા આપી. ગુરુદેવની સેવામાં આવ્યા. તેઓની બેને પણ દીક્ષા લઈને મહત્તરાપદવી પ્રાપ્ત કરી, જેનું નામ લ્યાણત્રી મહત્તર હતું, તથા મરૂદેવી ગણિની વગેરે સાધ્વીઓ પણ હતી.
તેમની પાટે (૧) આ જિનચંદ્ર, (૨) આ અભયદેવ અને (૩) આ૦ ધનેશ્વર એમ ત્રણ આચાર્યો થયા. તેમજ ઉપાધ્યાય ધર્મદેવ, ઉપા. સુમતિ અને ઉપાટ વિમલ એમ ત્રણ ઉપાધ્યાય થયા. આ પૈકી આ૦ ધનેશ્વરનું બીજું નામ આ જિનભદ્રસૂરિ પણ હતું. તેમણે સં૦ ૧૦લ્પમાં ચંદ્રાવતીમાં “સુરસુંદરીચરિય” રચ્યું છે. તેમને યશપાલ નામે શિષ્ય હતા.
- ૧. ખરતરગચ્છ પદાવલીમાં આ ત્રણે ગુરુ ભાઈઓને એક પછી એક કિમઃ પધર બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org