________________
૧૪૨ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એટલે દાનવીર જગડું શાહે રાજા લવણુપ્રસાદ સોલંકી પાસેથી સૈન્યની મદદ મેળવી ભદ્રાવતીને કિલ્લો ફરીથી બંધાવ્યું. (-જગડૂચરિત્ર) - સિંધની મુસલમાન સેનાએ સં. ૧૨૮૦ માં નાગદાને બાળ્યું ત્યારે રાણે જૈત્રસિંહે તે સેનાને હઠાવી મૂકી હતી. સંભવ છે કે એમાં ગુજરાતની સેનાએ પણ મદદ કરી હોય. * દિલ્હીના બાદશાહ અલ્તમશ શમસુદ્દીન (સં. ૧૨૬૬ થી સં. ૧૨૯૩) અમીર શિકાર (મીલચ્છીકાર)ના સેનાપતિ ઘારી ઈસપે સં. ૧૨૮૩-૮૪ માં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. મંત્રી વસ્તુપાલે આબૂની ઘાટીમાં એક તરફ ગુજરાતની સેના અને બીજી તરફ આબૂની સેના–એમ બંને સેના વચ્ચે ભીડીને તેના સૈન્યને વિનાશ કર્યો હતો. ગુજરાત તથા મારવાડના રાજાઓના સંગઠને જ આ વિજય અપાવ્યું હતો. પછી મંત્રીએ નાગરના સંઘપતિ શેઠ પૂનડ, જેને બાદશાહની બેગમ પ્રેમકલા ભાઈ તરીકે માનતી હતી તે તથા બાદશાહની માતા તેમજ ધર્મગુરુને પ્રેમ મેળવી તેઓ દ્વારા દિલ્હીના બાદશાહ તથા ગુજરાતના રાજાઓ સાથે મૈત્રીસંબંધ જેડાવ્યા હતા. આ રીતે સં. ૧૨૮૬થી ગુજરાતને દિલ્હીના બાદશાહને ભય ટળી ગયો અને ગુજરાતમાં આનંદ પ્રવર્યો. મંત્રીઓએ આ આનંદના સમયમાં શત્રુંજય તીર્થ વગેરેના મેટા યાત્રા-સંઘ કાઢયા; ગિરનાર તથા આબૂ ઉપર ભવ્ય જૈનપ્રાસાદે બંધાવ્યા; જે આજે પણ કલાકારીગરીના ઉત્તમ નમૂના લેખાય છે.
રાજાએ પણ પં. આશાધરને ભૂદાન કર્યું હતું. રાણી લીલાના નામથી લીલાપુર વસાવી ત્યાં ભીમેશ્વર તથા લીલેશ્વરનાં મંદિરે સ્થાપન કરી સં૦ ૧૨૬૩ માં તે મંદિરના નિભાવ માટે ઈંદલા ગામ આપ્યું હતું. સં. ૧૨૭૩ માં સોમનાથમાં મેઘનાદમંડપ કરાવ્યો હતે. - રાજા તથા રાણીએ માંડલના મૂલેશ્વરના મંદિરના મહંત વેદગર્ભ રાશિને સં૦ ૧૨૮૩, સં. ૧૨૮૭, સં. ૧૨૮૮, સં. ૧૨૫ અને સં. ૧૨૯૬ માં આનલેશ્વર તથા સલખણેશ્વરની પૂજા તથા બ્રહ્મભેજન માટે વિવિધ દાનપત્ર આપ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org