________________
૧૪૧
પાંત્રીશમું ]
આ ઉદ્યોતનસૂરિ
રૂપિયા અમે પાછા આપીએ.’ રાજાએ તથા મહામાત્યાએ સલાહ કરીને ગોહિલવાડ, વંથલી, વાામા, નગજેન્દ્ર, ચૂડાસમ, વાલાક, દીવબેટ અને કચ્છ-ભદ્રેશ્વર પર પેાતાની સત્તા બેસાડી. રાજા, અમલ દારા અને વેપારીઓ પાસેથી પુષ્કળ ધન એકઠું કરી માટું સૈન્ય ઊભું કર્યું. અને મત્રીઓને મેાકલી ખંભાતના ચાંચિયા સદ્દીકને મરાવ્યા; વડુઆ બંદર તથા ભરૂચના રાજા શંખને નસાડી મૂકયો. ગોધરાના લૂટારુ રાજા વિક્રમ ઘૂઘલને મરાયૈા અને પોતે નાડોલ, આબૂ, જાલેાર તથા આહુડના રાજા સાથે ભીમદેવને વફાદાર રહેવા પૂરતી સંધિ કરી. સ૦ ૧૨૭૯ માં મંત્રી વસ્તુપાલના પુત્ર જયંતસિંહને ખંભાતના દંડનાયક નીમ્યા. દેવગિરિના સિંઘણ સાથે સંધિ કરીને પાટણની સત્તા મહારાષ્ટ્ર સુધી વિસ્તારી અને સ૦ ૧૨૮૩ માં જયસિંહ સોલંકીને હઠાવી, ભીમદેવને ફ્રી વાર ગાદીએ બેસાડચો. ગુજરાતનું રાજતંત્ર વ્યવસ્થિત બન્યું અને રાજા ભીમદેવે મંડલેશ્વર લવણુપ્રસાદને રાજ્યના સર્વેશ્વર તથા મંત્રી વસ્તુપાલ-તેજપાલને
મહામાત્ય બનાવ્યા.
આ સર્વેશ્વરને અર્થ એવા સમજાય છે કે, રાજાના મુકુટ પહેરવા અને રાજા તરીકેની સહી કરવી, એ સિવાયના સર્વ અધિ કાર લવણુપ્રસાદના હાથમાં હશે. ગણતંત્ર રાજ્યના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની જેમ રાજા અને સર્વેશ્વરનાં સ્થાના-પદવીએ હશે. આથી જ કેટલાએક તેા લવણુપ્રસાદ તથા વીરધવલને મહારાજાધિરાજ અને વસ્તુપાલ-તેજપાલને મહામાત્ય પણ કહેતા હતા.
લવણુપ્રસાદ પાટણમાં અને વીરધવલ ધોળકામાં રહેતા તેમજ અને મંત્રીએ અને સ્થાનાનું કાર્ય સંભાળતા હતા.
રાજા ભીમદેવે કચ્છમાં ભદ્રેશ્વરના કિલ્લે બંધાવ્યા હતા. થરપારકરના રાજા પીઠદેવે કચ્છ પર ચડાઈ કરીને તે કિલ્લે તેાડી પાડચા.
૧. યાદવ સિઘણે ગુજરાત પર ચાર વાર ચડાઈ કરી: (૧) શખને ભગાડયો. (૨) શ ંખને માર્યા. (૩) લવણુપ્રસાદ સાથે સંધિ કરી અને (૪) સં ૧૨૯૫ માં તેને રામ સેનાપતિ મરાયા અને રાજા વિશલદેવના જય થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org