________________
૧૯૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
ઇતિહાસ કહે છે કે તે સમયે સલક્ષણુપુર નગર, જે આજે શંખલપુર નામથી પ્રસિદ્ધ છે, તેમાં વિશા પિરવાડ જ્ઞાતિના શેઠ વિદા શાહ, તેમની પત્ની વીરમદે અને તેમને પુત્ર કેચર શાહ રહેતા હતા. કેચર નાનપણથી જ ધર્મશીલ અને દયાળુ હતે. એ શંખલપુર પાસેના બહુચરાજીના મંદિરમાં મેટે પ્રાણીસંહાર થતા હતો. એવી કવાયકા છે કે, સ્વેચ્છાએ બહુચરાજીને કુકડે મારી ખાધે. તે કૂકડે સવાર થતાં તેઓના પેટમાં કૂકડુક કૂકડુક કરવા લાગે. આથી તે દેવીનું માહાતમ્ય વધી ગયું. અહીં તે જીવવધ જોઈને કોચર શાહને ભારે દુઃખ થતું હતું. તે એકવાર વ્યાપારના કારણે ખંભાત ગયે. ત્યાં ચૌદશના દિવસે શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર આ સાધુરત્નસૂરિના વ્યાખ્યાનમાં ગયે. વ્યાખ્યાનમાં મેટા મેટા ધનાઢય શ્રેષ્ઠીઓ બેઠા હતા. સૌએ કેચર શાહને સાધર્મિક બંધના હિસાબે સૌથી આગળ બેસાડશે તે સમયે ખંભાતમાં સુલતાનનું રાજ્ય હતું. દેશલહરાવંશને અરડકમલ સાધુ સજજનસિંહ ઓશવાલ રાજમાન્ય મેટો જેન હતો. તે પણ આ વ્યાખ્યાનસભામાં હાજર હતો. આચાર્યશ્રીએ સ્વાભાવિક રીતે જ જીવદયા પર સચોટ વ્યાખ્યાન આપ્યું. આ સાંભળી કેચર શાહે બહુચરાજીમાં થતા પ્રાણીસંહાર વિશે સભા સમક્ષ નિવેદન કર્યું અને તેને અટકાવવા સૌને વિનંતિ કરી. આચાર્યશ્રીના કહેવાથી સાધુ સજજનસિંહ કેચર શાહને પિતાના ઘેર લઈ ગયે. તેમને જમાડ્યા પછી તે સુલતાન પાસે લઈ ગયે. સુલતાનને સમજાવી કેચર શાહને શંખલપુરના બાર ગામને ફેજદાર બનાવ્યા. કોચર શાહે શંખલપુર જતાં જ બાર ગામ–૧ સલખણપુર, ૨ હાંસલપુર, ૩ વડાવલી, ૪ સીતાપુર, ૫ નાવિયાણું, ૬ બહિચર, ૭ ટ્રઅડ, ૮ દેલવાડુ, ૯ દેનમાલ, ૧૦ મેઢેરા, ૧૧ કાલહરિ અને ૧૨ છમછંમાં અમારિપટ વગડાવ્યો અને જીવહિંસા બંધ કરાવી. આ ગામમાં તળાવમાં નંખાતી જાળ બંધ કરાવી. શિકારી પ્રાણીએને ઉડાડવા માટે ટેયા ગોઠવ્યા. પશુ–પંખીઓ માટે અનાજ તથા પાણીનાં કૂંડાં મુકાવ્યાં અને પરબમાં પાણી ગળાવવાને પ્રબંધ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org