________________
પાંત્રીશ્ચમું ]
આ ઉદ્ઘોતનરિ
૧૯૭
સમરા શાહુ દેવિગિર ગયા. ત્યાં ગયાસુદ્દીનના નવાબજાદો ઉઘ ખાન નામે હતેા. તેણે સમરસિંહને પેાતાના ભાઈ જાહેર કરી ખૂબ સન્માન કર્યું. તેને તિલંગના રાજા બનાવ્યેા. તે તેને તિલંગના સરદાર તથા ચાચા કહી મેલાવતા હતા.
મુસલમાન સૈન્યે પાંડુ દેશના રાજા-પ્રજા વગેરે ૧૧ લાખને કેદમાં પૂર્યાં હતા. તેને સમરસિંહે છેડાવી મૂકયા અને દેવિગિરમાં નવા જેનેને વસાવી રામરાજ્ય પ્રવર્તાવ્યું. રંગલમાં નવું જિનમંદિર બંધાવ્યું. સમરા શાહ સ’૦ ૧૩૯૩માં મરણ પામ્યા. આ॰ કક્કસૂરિએ તે જ સાલમાં પાટણમાં ‘નાભિનદનજિનેાદ્વારપ્રબંધ ’ની રચના કરી શત્રુંજયઉદ્ધારપ્રમ ધ ગ૦ : ૨૨૪૩ મનાવ્યેા.
(–જૂએ, નાભિનંદનજિનાદ્વાર પ્રધ, શત્રુ જય ઉદ્ધાર પ્રબંધ
રચના સ’૦ ૧૩૯૩, પ્રબંધ-પ્રસ્તાવ ૫, ગ્ર૦ : ૨૨૪૩ વગેરે) સમરા શાહની પત્નીનું નામ રભેાલી હતું. તેમને ૧ સાલ્ડ, ૨ સત્ય, ૩ ડુંગર, ૪ સાલિક, ૫ સ્વપાલ અને ૬ સાધુ સજ્જનપાલ એમ છ પુત્રા હતા. તે પૈકી બીજા પુત્ર સત્યસિ હું શત્રુ જયતીર્થના છરી પાળતા સંધ કાઢો હતા તથા માવન જિનાલયવાળે માટા જિનપ્રાસાદ બંધાવ્યા હતા. ત્રીજો પુત્ર ડુંગરસિંહ દિલ્હીમાં બાદશાહના માનીતા હતા. ચોથા પુત્ર સાલિક શાહે મેટા દ્વારા કરાવ્યા હતા. પાંચમા પુત્ર સ્વપાલે શત્રુંજયતીના છરી પાળતા સંઘ કાઢયો હતા, જેમાં સાથે ચાવીશ જિનાલયેા હતાં. છઠ્ઠો પુત્ર સજ્જનસિંહ અત્યંત સાધુવૃત્તિને હતેા.
!
૧૦. સાધુ સજ્જનસિંહ—તે સં॰ સમરા શાહના છઠ્ઠો સૌથી નાના પુત્ર હતા. સમરા શાહુના માટાભાઈનું નામ સજ્જનપાલ હતું અને આ છઠ્ઠા પુત્રનું નામ પણ સજ્જનસિંહ મળે છે. આ રીતે મેાટા કાકા અને ભત્રીજાનું એક જ નામ હાય એ સમજાતું નથી. પણ એક નામ હેાવાથી ખનેની જીવનઘટનાઓને અલગ કરવાનુ કામ અશકય છે. શિલાલેખામાં સાધુ સજ્જનસિંહ ‘સાધુ’ બિરુદવાળા અને જગતના જીવાનું કલ્યાણ કરનાર લેખાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org