________________
૨૦૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ નાને છઠ્ઠો પુત્ર હતે. દેશી તલાશાહના સમયે ચિત્તોડની ગાદી પર સાંગા રાણે હતું અને દેશી કર્મશાહના સમયે કુંભારાણાની પાટે રાણો રાજમલજી, તેને પુત્ર રાણે સંગ્રામસિંહ, તેને પુત્ર રાણે રત્નસિંહ રાજા હતો.
આ સમયે અમદાવાદમાં સુલતાન મહમ્મદ બેગડા(સં. ૧૫૧૬થી ૧૫૭૦)નું રાજ્ય હતું. મહમ્મદ બેગડાના પુત્ર અહમ્મદ સિકંદરે સં. ૧પ૨પ-ર૭ માં સૌરાષ્ટ્ર પર સવારી કરી. સોમનાથ પાટણ, ગિરનારતીર્થ, દ્વારિકાતીર્થ અને શત્રુંજય તીર્થ વગેરે હિંદુ તીર્થ ધાને વિનાશ કર્યો. મંદિરે ભાંગ્યાં, પ્રતિમાઓ તેડી. આ વાત સાંભળીને તોલા શાહને ઘણું દુઃખ થયું. આ અરસામાં તપાગચ્છની વડી પિષાળના નં૦ ૫૭મા આ૦ રત્નસિંહસૂરિ અને આ ધર્મરત્નસૂરિ રણથંભેરના મહામંત્રી સંઘપતિ ધનરાજના છરી પાળતા યાત્રા સંઘ સાથે આબૂ વગેરે તીર્થોની યાત્રા કરી ચિત્તોડ પધાર્યા. સાંગા રાણાએ તેઓનું ઘણું માન-સન્માન કર્યું. દા. તોલા શાહે આ૦ રત્નસિંહસૂરિ પાસે જઈ જણાવ્યું કે, “ભગવન્! મુસલમાનેએ શત્રુંજય મહાતીર્થ ભાંગ્યું છે. સં૦ સમરા શાહે સંe ૧૩૭૧ માં શત્રુંજય મહાતીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યો હતે, તે મૂળ પ્રતિમાને પણ તોડી નાખી છે તે કૃપા કરીને એ જણાવે કે, આ મહાતીર્થની સ્થાપના હવે કઈ રીતે થશે? મારે આ મને રથ પૂરે થાય તે રસ્તે બતાવો.” આચાર્યશ્રીએ દોશીને શાંત પાડી જણાવ્યું કે, “મહાનુભાવ! જિનશાસન જયવંતુ છે. તું ભાગ્યશાળી છે. તારા પુત્ર કર્માશાહના હાથે જ આ ઉદ્ધાર થવાનું છે એટલે તારા કુળને જ આ લાભ મળવાનું છે. એટલે તારા પુત્રના હાથે જ તારે આ મોરથ પુરાશે.”
દોશી તલાશાહ ગુરુમહારાજના મુખેથી આ ભવિષ્યવાણી સાંભળીને ને ઘણે ખુશ થયા. તે પછી આચાર્યશ્રીએ કાર્યની સિદ્ધિ માટે
૧. સં૦ ધનરાજ માટે જૂઓ, પ્રક. ૪૫, જૂઓ, શેઠ અભયસિંહને વંશ પૃષ્ઠ : .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org