________________
છત્રીરામં ] આ સર્વદેવસરિ
२०७ તે સમયથી આ સ્થાન રઘુનાથના મંદિર તરીકે અને તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ધર્મપ્રચાર– - આચાર્યશ્રીએ સં. ૯૮૮ માં હથુંડીના રાવ જગમાલને સપસ્કિાર જૈન બનાવ્યું અને ઝામડ ગેત્રની સ્થાપના કરી. સં. ૧૦૨૧ માં આબૂ પાસે ઢેલડિયાના પંવાર સંધરાવને સપરિવાર જેન બનાવ્યું. તેના પુત્ર વિજયરાવે સંઘપતિ બની યાત્રા સંઘ કાઢ્યો, તેનું સિંઘી (સંઘવી)ગોત્ર સ્થાપન કર્યું. તેમના વંશજો આજે સેજિતમાં વિદ્યમાન છે. દીક્ષા–
ચંદ્રાવતીના રાજા અરણ્યરાજ પરમારના મંત્રી કુંકુણે ચંદ્રાવતીમાં વિશાળ જિનપ્રાસાદ બનાવી, તેની સં. ૧૦૧૦માં આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. અને આચાર્યશ્રીના ઉપદેશથી વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા લીધી હતી.
(–ગુર્નાવલી, તપાગચ્છ પટ્ટાવલી, પટ્ટાવલીઓ, વહીવંચાની વહીઓ, અચલગચ્છની (ગુજરાતી) મેટી પટ્ટાવલી પૃ. ૭૪, શંખેશ્વર મહાતીર્થ પૃ. ૪, ૫)
. (૩૬) આ સર્વદેવસૂરિ–ઉપદેશમાલા’ની પ્રશસ્તિમાં એ ઉલ્લેખ છે કે, આ સર્વદેવસૂરિએ ધર્માણ સંનિવેશ પાસે વડની નીચે સાત ગ્રહના ગમાં શુભલગ્ન વડગચ્છને જન્મ આપ્યું. . .
તે પ્રશસ્તિને સાર એ છે કે, આબૂની પવિત્ર છાયામાં આવેલા ધર્માણ સંનિવેશ પાસે મેટું વડનું ઝાડ હતું, જેને સેંકડે ડાળીઓ હતી. તેની નીચે મોટા મોટા સંઘે, સાર્થવાહ આવીને સુખેથી આરામ કરી શકતા હતા. લગભગ ૫૦૦ ગાડાં છેડી શકાય એવી વિસ્તારવાળી જગા હતી.
આ સર્વ દેવસૂરિએ પિતાના જ્ઞાનબળથી લગ્નમાં સર્વકાર્યસાધક ગ્રહને વેગ જાણીને આચાર્યો બનાવ્યા ત્યારથી ચંદ્રગચ્છ વૃદ્ધિ પામી વડગચ્છ બને. આ ગ૭માં શ્રી સીમંધરસ્વામીનું વર્ણન કરનારા (૩૭) આ જિનચંદ્રસૂરિ થયા. જે ળકાના ચૈત્યમાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org