________________
૧૯૨
જેન પરંપરાને ઇતિહાસ--ભાગ ૨ [ પ્રકરણ અંબિકાદેવી, સરસ્વતીદેવી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
(–નાભિનંદન જિદ્ધારપ્રબંધ, પ્ર૨, ૦ ૯૪૦) તેની પત્નીનું નામ સહજલદેવી હતું. કેઈ લેખક તેને સારંગ નામે પુત્ર હોવાનું જણાવે છે.
(૨) સાજનપાલ–તેની પત્નીનું નામ રાજિમતી હતું. તેને તેના પિતાએ ખંભાત મેકલ્યા. તેના વંશજોનો ઉલ્લેખ મળતું નથી. સંભવ છે કે, સાધુ સજજનસિંહ તેની ગાદીએ આવ્યો હોય.
૯. સંસમરસિંહ–તે દેશલ શાહને નાને પુત્ર હતું. તેની પત્નીનું નામ રંભેલી હતું. સમરસિંહ પિતાની સાથે જ રહે હતે. તે પિતાની સાથે પાટણ આવી વસ્યા. એ સમયે દીલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીએ અલફખાનને સૈન્ય આપી ગુજરાત જીતી લેવા મેક. તેણે ગુજરાત જીતી લીધું અને ત્યાને સૂબે થઈ બેઠે. તે પાટણમાં સર્વમાન્ય સમરસિંહના શુદ્ધ વ્યવહાર ને દેખી તેના ઉપર ખૂબ પ્રસન્ન હતું. તે સમરસિંહની દરેક વાતને બરાબર સાંભળતે, માન્ય કરતો અને તે અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહે.
સં. ૧૩૬માં મુસ્લિમ સૈન્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હિંદુતીર્થો ઉપર વિનાશ વેર્યો. મૂર્તિઓ તોડી નાખી. એ વેળા શત્રુંજય તીર્થમાં પણ ઘણું તેડફેડ કરી અને મૂળનાયક શ્રી આદીશ્વરની મૂતિને ખંડિત કરી.
આ અંગે છૂટાછવાયા એવા ઉલ્લેખ મળે છે કે, મુસલમાને મૂર્તિઓ ભાંગે છે એવી દહેશતથી લેકે ભ૦ ઋષભદેવની પ્રતિમાને પીરમબેટ લઈ ગયા અને ત્યાં સુરક્ષિત સ્થળે છુપાવી દીધી. સાધારણ જનતાએ માની લીધું કે તીર્થની રખવાલ દેવીએ તે પ્રતિમાને ગુપ્ત સ્થાને છુપાવી છે. શેઠ ગોસલને તીર્થને ભંગ થયેલું જાણું ભારે આઘાત લાગ્યું. તેણે આ સિદ્ધસેન પાસેથી શત્રુંજયતીર્થના અગાઉના ઉદ્ધારને ઇતિહાસ સાંભળી પુત્ર સમરા શાહને આજ્ઞા કરી કે, ‘તું શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરાવ.”
સમરાશાહે ગુરુ પાસે જઈ પ્રતિજ્ઞા કરી કે, “જ્યાં સુધી શત્રુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org