________________
પાંત્રીશમું ] આ ઉદ્દદ્યોતનસૂરિ
૧૯ી આશાધરના મરણ પછી કુટુંબને સમગ્ર ભાર ઉપાડી લીધે. તેણે પિતાના ત્રણ પુત્રો તેમજ લૂણસિંહના પુત્રોને શિક્ષણ અને સંસ્કારથી આગળ વધારવાની ચીવટભરી વ્યવસ્થા કરી. તેણે દેવગિરિમાં ભ૦ પાશ્વનાથનું જિનમંદિર બંધાવ્યું અને આ૦ સિદ્ધસેનસૂરિના વાસક્ષેપથી પ્રતિષ્ઠા કરાવી. પછી તે પાલનપુર આવ્યો અને ત્યાંથી ખાસ કારણે પાટણમાં આવી વસ્યું. તેણે શત્રુંજયતીથને સંઘ કાઢી સં. ૧૩૭૧ના માહ સુદિ ૭ને ગુરુવારે પોતાના પુત્ર સમરા શાહના હાથે શત્રુંજયને જીર્ણોદ્ધાર કરાવ્યું. તે સંઘપતિ બન્ય હતું. તેના વંશજે દેશલહરા નામથી પ્રખ્યાતિ પામ્યા. તેને (૧) સહજપાલ, (૨) સાહશુપાલ અને (૩) સમરસિંહ તેમજ (૪) જનકુદેવી નામે પુત્રી વગેરે સંતાન હતાં. . (૧) સહજપાલ–તે પિતાની આજ્ઞાથી દેવગિરિમાં દાદા આશાધરની ગાદીએ જઈને બેઠે. ત્યાંના રાજાએ પ્રસન્ન થઈ તેને કપૂરવાળું પાનનું બીડું આપ્યું તેથી ભાટોએ તેને “કપૂરધારાપ્રવાહ બિરુદથી નવાજે. પિતાની આજ્ઞા મળતાં તેણે વિશાળ ભૂમિ ઉપર ભ૦ પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બનાવ્યું, જેમાં શિખરવાળે ગભારે, રંગમંડપ, ભમતી અને કિલ્લો બનાવ્યાં. ભમતીમાં ૨૪ જિનની દેરીઓ બનાવી અને બીજી ચાર નાની દેરીઓ બનાવી. આ૦ સિદ્ધસેનસૂરિના વાસક્ષેપથી પિતાના હાથે ૧ પાર્શ્વનાથ, ૨૪ તીર્થકરે, સચિકાદેવી,
૧. આ કક્કરિ કપૂરધારાપ્રવાહ માટે લખે છે કે—
सहजः श्रीदेवगिरौ रामदेवनृपं गुणैः ।। तथा निजवशं चक्रे यथा नान्यकथामसौ ॥९३५।। कर्पूरपूरसुभगं ताम्बूलं यस्य यच्छतः। कर्पूरधाराप्रवाहविरुदं बन्दिनो ददुः ॥९३६॥ (-સં. ૧૩૯૩ને શત્રુંજય તીર્થોદ્ધાપ્રબંધ, પ્રસ્તાવ બીજે, પૃ. ૧૦૧)
આથી સમજાય છે કે મધ્યયુગમાં ભારતમાં રાજા-મહારાજાઓ જેને કપૂરવાળું પાન-બીડું આપતા તેને જનતા “કપૂરધારાપ્રવાહ” એવા બિરુદથી નવાજતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org