________________
૧૮૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અંતરંગથી વૈરાગી હતી. પાછલી વયમાં તેણે દીક્ષા લીધી હતી અને સં. ૧૦૮૫માં સ્વર્ગગમન કર્યું. તેને ત્રીજો પુત્ર મહં. ચાહિલ હતા. તેને રાણક નામે પુત્ર અને નરસિંહ નામે પૌત્ર હત. ઠ૦ નરસિંહે સં૦ ૧૨૦૦ ના જેઠ વદિ ૧ ને શુક્રવારે વિમલવસહી (દેરી નં. ૧૧)માં ભ૦ મુનિસુવ્રતસ્વામીની પરિકરવાની પ્રતિમા ભરાવી અને તેની આ નેમિચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
૨. નેત્ર અને વિમલ-એ બંને સરસ્વતી અને લક્ષ્મીના નિવાસસ્થાન જેવા હતા. તેમને વાહિલ નામે ત્રીજો ભાઈ હતો એમ આ૦ રાજશેખરસૂરિ બતાવે છે. નેઢ ગુજરાતના રાજા પ્રથમ ભીમદેવને મહામાત્ય હતું અને વિમલ દંડનાયક હતો.૧ મંત્રી વિમલે ભારતની શિપકલાને અમર બનાવી તેથી ઈતિહાસમાં તેનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે.
વિમલ-વીર મહત્તમને બીજો પુત્ર હતું. તેની પત્નીનું નામ શ્રીદેવી હતું. તે નાનપણથી તીણ બુદ્ધિવાળે, શૂરવીર અને લડવિયો હતે. તેનું બાણ કદી નિષ્ફળ જતું નહીં તેથી તે અમેઘ બાણવલી કહેવાતા. રાજા ભીમદેવ તેના એકલાથી ખૂબ પ્રસન્ન હતું. તે વડે સેનાપતિ પણ હતો. તેણે યુદ્ધો કરી, વિજય મેળવીને ગુજરાતની સીમા વધારી હતી. એના સમયમાં ચંદ્રાવતીને રાજા બંધક પરમાર ગુજરાતને ખંડિયો રાજા હતો. તે ધીરે ધીરે ગુજરાતની ધૂંસરી ફગાવી દઈ સ્વતંત્ર થવાની તૈયારીઓ કરી રહ્યો હતો. રાજા ભીમદેવે તેને પિતાના તાબે રાખવા માટે સેનાપતિ વિમલને સૈન્ય સાથે ચંદ્રાવતી મેકલ્ય. ધંધૂક તો વિમલનું નામ સાંભળીને જ માળવાના રાજા ભોજદેવ પરમારને શરણે મેવાડમાં નાસી ગયે. વિમલ શાહે ચંદ્રાવતીને હાથમાં લઈ ભીમદેવની આણ પ્રવર્તાવી.
૧. ભીમદેવ પહેલાને મંત્રી નેઢ, દંડનાયક વિમલ અને ખર્ચ ખાતાને પ્રધાન જાહિલ એ ત્રણે જેન હતા. (ભારતીય વિદ્યા ભા૦ ૨, પૃ....) મંત્રી તેને ધવલ તેમજ લાલિગ નામે બે પુત્રો હતા. મંત્રી વિમલને કોઈ સંતાન નહોતું. દંડનાયકના પરિચય માટે (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૭૭, ટિવ નં૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org