________________
પત્રીશમું ] આ ઉદ્યતનસૂરિ
૧૮૧ રાજા ભીમદેવે પણ વિમલને ચંદ્રાવતીને દંડનાયક બનાવ્યું. નાડોલના રાજાએ વિમલને સુવર્ણજડિત સિંહાસન આપ્યું અને દિલ્હીપતિએ છત્ર ભેટ કર્યું. (–જૂઓ જિનહર્ષકૃત ‘વસ્તુપાલચરિતપ્રસ્તાવ, ૮)
તેણે સિંધ પરની લડાઈમાં રાજા ભીમદેવને ભારે મદદ કરી અને રસ્તામાં નગરઠઠ્ઠાના રાજાને ત્રણ દિવસમાં જ બાંધી લીધું હતું.
દંડનાયક વિમલે ચંદ્રાવતીમાં રહીને રાજા ધંધૂકને કુનેહથી સમજાવી ફરી વાર ભીમદેવના શાસન તળે મૂક્યો અને આબૂને રાજા બનાવ્યું.
મંત્રી વિમલ વૃદ્ધ થવા આવ્યા એટલે તે પાછલા સમયમાં ચંદ્રાવતીમાં જ રહેવા લાગ્યા. વિદ્યાધરકુલના જાલીહરગચ્છના આ૦ સર્વાનંદસૂરિના શિષ્ય આ ધર્મઘોષસૂરિ એ સમયે ચંદ્રાવતીમાં ચતુર્માસ રહ્યા હતા. મંત્રીએ નિયમિત રીતે ચાર માસ સુધી તેમને ધર્મોપદેશ સાંભળે. આચાર્યશ્રીને ઉપદેશથી તે ખૂબ પ્રભાવિત થયા. તેમને ધર્મધ્યાન તરફ વિશેષ રુચિ પ્રગટી અને પોતે યુદ્ધમાં માનવજાતને ભારે સંહાર કર્યો હતો તેને પશ્ચાત્તાપ કરતાં આચાર્યશ્રી પાસે પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ કહ્યું કે, “તું આબૂતીર્થને ઉદ્ધાર કર. એ સામર્થ્ય તારામાં છે. એમ કરવાથી પ્રાયશ્ચિત્ત પૂરું થશે. તેમની પત્ની શ્રીદેવીને પણ એ વાત પસંદ પડી.
મંત્રીએ પત્ની શ્રીદેવીની પ્રેરણાથી અઠ્ઠમ કરી અંબિકાદેવીની આરાધના કરી. અંબિકાએ પ્રસન્ન થઈ કહ્યું કે, “વત્સ! બેલ, તારી શી ઈચ્છા છે?” મંત્રીએ જવાબ આપે, “દેવી ! એક તે પુત્રની ઈચ્છા છે અને બીજી ઈચ્છા આબૂ ઉપર જિનપ્રાસાદ બંધાવવાની છે. આપની કૃપાથી મારી તે બંને ઈચ્છાઓ પૂરી થાય.” દેવીએ કહ્યું: “તે બે વર નહીં મળી શકે. બેમાંથી ગમે તે એક માગ.” મંત્રી વિમલ અને તેની પત્ની શ્રીદેવીએ સલાહ કરીને દેવી પાસેથી તીર્થોદ્ધાર કરવાની ભાવના પ્રદર્શિત કરી. “તથાસ્તુ, તું ઉત્સાહથી કામ કર. તને દૈવી સહાય મળ્યા કરશે.” એમ કહીને અંબિકાદેવી અંતર્ધાન થઈ ગયાં.
ચ્છિા છે?'
અચ્છા આબ
છાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org