________________
- પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ
૧૮૫ મુનિસુવ્રતસ્વામીની પરિકરવાની પ્રતિમા ભરાવી, સ્થાપના કરેલી છે. મહું ચાહિલના વંશજો પિતાને શેઠ નીનાના વંશના, મંત્રી વીરના વંશના કે મં૦ વિમલના વંશના બતાવે છે.
(જૂઓ, અબુંદ પ્રાચીન જૈનલેખસંગ્રહ, લેખાંક : પ૩, ૯૨)
એ જ વંશમાં અભયસિંહ, તેના પુત્ર જગસિંહ, લખમીસિંહ, કુરસિંહ તથા જગસિંહને પુત્ર ભાણસિંહ નામે થયા. તેઓએ સં. ૧૩૯૪ માં વિમલવસહીમાં અંબિકાદેવીની પ્રતિમા ભરાવી હતી.
મહં. ચાહિલના વંશના શેઠ વલ્લભદાસ વિકમની અઢારમી સદીમાં પાટણની પિરવાલ જ્ઞાતિમાં અગ્રેસર હતા. તેમના પુત્ર શેઠ માણેકચંદે સં. ૧૭૮૫ ના માગશર સુદિ ૫ ના દિવસે ચોવીશ જિનના ચોવીશવટ્ટા બનાવીને તેની ભ૦ વિદ્યાસાગરજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (-અચલગચ્છની ગુજરાતી મેટી પટ્ટાવલી)
૩. ધવલ અને લાલિગ–આ બંને ભાઈઓ ગુજરાતના રાજા કર્ણદેવના મંત્રીઓ હતા. ધવલ મહામાત્ય હતો. તેને આનંદ નામે પુત્ર હતો.
મંત્રી લાલિગ કામદેવ જે રૂપાળો હતો. તેને મહેદુ નામે પુત્ર હતું, તે પણ મંત્રી હતા. તે દેખાવડે, શીલવાન, જિન-ગુરૂ ભક્ત અમાત્ય હતું. તેને હેમરથ અને દશરથ નામે પુત્રો થયાં. હેમરથ વિવેકી, શાંત, ધર્મિષ્ઠ અને જીવ-અજીવ આદિને વિચાર કરનારે, પાપભીરુ અને બુદ્ધિમાન હતો. દશરથ પણ ગંભીર, સરળ, ક્ષમાશીલ, દાક્ષિણ્યતાવાળે, સંતોષી અને બુદ્ધિમાન હતું. તેને અંબિકાદેવી પ્રસન્ન હતી. તેણે સં. ૧૨૦૧ ના જેઠ સુદિ ૧ ને શુક્રવારે આબૂ ઉપર વિમલવસહીમાં મંત્રી પૃથવીપાલની સ્નેહભરી દષ્ટિથી નં. ૧૦ની દેરીને જીર્ણોદ્ધાર કર્યો, તેમાં ભ૦ નેમિનાથની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી અને એક આરસના વિશાળ પથ્થરમાં મં૦ નીના, મં૦ લહર, મં૦ વીર, મંત્ર નેઢ, મં૦ લાલિગ, મંત્ર મહિંદુ, હેમરથ તથા દશરથની મૂર્તિઓ કરાવી અને બીજા પથ્થર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org