________________
પાંત્રીશમું ] આ ઉદ્દદ્યોતનસુરિ
૧૬૩ બુદ્ધિવાળે હતે. ભેજદેવે તેને મશ્કરીમાં પૂછ્યું : “ભીમદેવ પાસે સંધિપાલે કેટલા છે?” ડામરે ઠાવકાઈથી જવાબ આપે : “મહારાજ ! ઘણું છે. તેના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ વિભાગ છે. જે રાજા હોય તે સંધિપાલ તેની પાસે મોકલવામાં આવે છે.” રાજા તેની આવી હાજરજવાબીથી ઘણો ખુશ થયો. ભેજે પૂછ્યું: “ભીમડિયે હજામ શું કરે છે? ” દામોદરે મીઠે જવાબ વાળ્યો : તેણે ઘણુ રાજાઓનું માથું મૂંડી નાખ્યું છે, એકનું પલાળી રાખ્યું છે તેને હવે મૂંડશે.” ભાજદેવ આ જવાબ સાંભળીને તે થીજી ગયે.
રાજાએ નાટકમાં જ્યારે તૈલપદેવનું પાત્ર આવ્યું ત્યારે દામેદરને પૂછ્યું: “નાટકમાં રસ તે સરસ ઊતર્યો છે ને ?” દાદરે તેને સમચિત જવાબ વાળે: “રસ ખૂબ ઊતર્યો છે, પણ નાટકકારને નાટકનાં પાત્રોનું વાસ્તવિક જ્ઞાન નથી. જેમકે, તિલંગરાજ તૈલપદેવ તે મુંજરાજનું માથું હાથમાં હોય તે જ ઓળખાય. નટ અજ્ઞાની છે તેથી તેણે તેમ કર્યું નથી.” રાજાના દિલમાં આ માર્મિક શબ્દોએ ઘા કર્યો. તેના દિલમાં વિર ભભૂકી ઊઠયું. તેણે યુદ્ધની દિશા બદલી તિલંગને રસ્તો લીધો. દાદરે જાહેર કર્યું કે, ગુજરાતને રાજા પિતાના સૈન્ય સાથે માળવાના સીમાડે આવી ઊભે છે. જે દાદરને એક હાથી-હાથણીનું યુગલ આપી કહ્યું કે, “તું તારા રાજાને સમજાવ કે, તે આ વર્ષે માળવા પર ચડી ન આવે.”
સં. ૧૧૯ માં ભીમદેવે સિંધ પર ચડાઈ કરી, ત્યારે ભેજરાજાના સેનાપતિ દિગબર ભટ્ટારક કુલચંદ્ર પાટણ ઉપર હલ્લો કરી પાટણને ભાંગ્યું. રાજમહેલના ઘંટાઘર પાસે કેડીએ દાટી જયપત્ર મેળવ્યું, પણ ખંભાતમાં સખત હાર ખમવી પડી, એટલે તે માળવા ચાલ્યા ગયે. ભેજદેવે સર્વ વૃત્તાંત જાણીને તેના પતિને જણાવ્યું કે, “તેં પાટણમાં કેડીએ દાટી તે ભૂલ કરી છે. આનું પરિણામ સ્પષ્ટ છે કે, એક દિવસ માળવાનું ઉઘરાણું ગુજરાતમાં જશે.” પછી ભેજ દેવે કુલચંદ્રને એક કન્યા અને ધન આપી સુખી કર્યો. એક વાર ભીમ વેશપલટ કરી ધારાની સભામાં પહોંચી ગયો, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org