________________
૧૬૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
૬. ભાજદેવ—(સ`૦ ૧૦પર થી ૧૧૧૨ ) તે સીયકના સાચા પૌત્ર અને સિંધુલના મેાટા પુત્ર હતા. મુ ંજદેવે સિલરાજને કનડ્યો હતા અને ભેાજની જન્મકુંડલીમાં ૫૦ વર્ષના રાજયાગ જાણીને તેના પુત્રને રાજ્ય મળશે નહીં એવી દહેશતથી ભેાજને મરાવી નાખવા પેંતરા રચ્યા હતા, પણ તે ખચી ગયા. તે યુવરાજ બન્યા અને તે માળવાના રાજા પણ અન્યા, તેણે ધારાનગર વસાવીને પાટનગર બનાવ્યું.
ભાજદેવ શૂરવીર, વિલાસી, વિદ્યારસિક, વિદ્વાન અને દાનવીર રાજા હતા. તે સમયે ગુજરાતમાં ભીમદેવ (સ૦ ૧૦૭૮ થી ૧૧૨૦), કર્ણાટકમાં વિક્રમાદિત્ય સાલકી પાંચમે (સ’૦ ૧૦૬૫ થી ૧૦૭૪), જયસિંહ (સં૦ ૧૦૭૪ થી ૧૦૯૬) તથા સોમેશ્વર (સ૦ ૧૦૯૬ થી ૧૧૨૫), ડાહુલદેશ (કલસૂરી) ચેઢીની ત્રિપુરીમાં ગાંગેય કલસૂરી (સં૰ ૧૦૭૪ થી ૧૦૯૪) તથા કરણદેવ રાજાએ હતા. ભાજદેવને તે દરેક સાથે વૈર હતું. તેણે ગુજરાતના એક વખતના રાજવી દુર્લભરાજનાં રાજચિહ્નો ખૂંચવી લીધાં, તેથી ગુજરાત અને માળવા વચ્ચે બૈર વધ્યું. રાજા ભીમદેવ તેને પહોંચી શકે તેમ નહેાતા. છતાંયે તેના બદલે લેવાની તે તક જોઈ રહ્યો હતા.
એક વાર ભેાજે ગુજરાત પર ચડાઈ કરવાની રચના કરી. પહેલા પડાવમાં ‘રાજિવડઅન નાટક’ ભજવાયું, ત્યારે ગુજરાતના સંધિપાલ દામેાદર ત્યાં આવ્યા હતા. શરીરે તે કૂબડા હતા પણ તે ચતુર વિત હતા. તેણે છેલ્લા ‘ જ્યેાતિવિંદાભરણુ ' નામનેા ગ્રંથ બનાવેલે છે.
*
1
(૩) તે ભેાજરાજના પિતા સિન્ધુત્ર વિક્રમ પરમારને સભાવિ હતા. તેણે ‘ નવસાહસાંક્રચરિત' રચ્યુ છે, જેમાં સિન્ધુલ વિક્રમનું વન છે. તેનું ખીજું નામ કવિ પદ્મગુપ્ત પરિમલ પણ હતું. ભેાજની સભાનેા મહાવિ રાજશેખર જણાવે છે કે
नैकोऽपि जीयते हन्त ! कालिदासो न केनचित् । शृङ्गारे ललितोद्गारे कालिदासत्रयी किमु ! ॥ શૃંગારવણૅનમાં એક કાલિદાસ પણ જિતાય એવા નથી તે પછી ત્રણ કાલિદાસાની તે! વાત જ શી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org