________________
પાંત્રીશ્ચમ ]
આ॰ ઉદ્ઘોતનરિ
૨૨. પૃથ્વીપાલ—રાજા કરણને સમકાલીન, પુત્ર રત્નપાલ. ૨૩. જોજલસ’૦ ૧૧૪૭. તેનું બીજુ નામ જોજક હતું. ૨૪. અશ્વરાજ——સ` ૧૧૬૭ થી ૧૨૦૦. તે જિંદના પુત્ર હતેા. તે રાજા સિદ્ધરાજના સામંત હતા ત્યારે યુવરાજ કટુક, મત્રી યશેાવીર, મંત્રીપૌત્ર થલ્લક વગેરે હયાત હતા. એ વખતે યુવરાજોનુ ભક્તિનગર સેવાડી હતું. મત્રીએ સ૦ ૧૧૭૨ના માહ વિદે૧૪ના રાજ ભ૦ મહાવીરસ્વામીના ગેાખલામાં ભ॰ શ્રીશાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી અને યુવરાજે માલમિત્ર થલ્લકની પ્રેરણાથી તેની પૂજા માટે ૮ દ્રષ્મના ખર્ચ બાંધી આપ્યા. તેઓ સાંડેરકગચ્છના ઉપાસક હતા.
(–જૂએ, જિનવિજયજી, પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા૦ ૨ લેખાંક : ૩૨૩, જૈન સ॰ પ્ર૦ *૦ ૭૩)
૧૬૯
૨૫. રાયપાલ—સ૦ ૧૧૮૯ થી ૧૨૦૨. તે રાજા પૃથ્વીપાલના પુત્ર રત્નપાલના પુત્ર હતા. તેની પત્ની મીનલદે તથા પુત્રો રુદ્રપાલ, અને અમૃતપાલે સ૦ ૧૧૮૯માં નાડુલાઈ તીમાં દાન કર્યું હતું.
૨૬. કટુકરાજ—સ’૦ ૧૨૦૦ થી ૧૨૦૯. તે રાજા અધરાજના યુવરાજ હતા ત્યારે તેણે સ૦ ૧૧૭૨માં સેવાડીના ભ॰ મહાવીરસ્વામીના દેરાસરને દર સાલ ૮ દ્રમ્મના ખર્ચે આંધી આપ્યા. તે જૈનધર્મપ્રેમી હતા, તેને સામતસિંહ નામે યુવરાજ હતા.
(-જૂઓ, પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા૦ ૨,લે૦ ૩૨૩,૩૨૪) સં૦ ૧૨૦૨ લગભગમાં અજમેરના યુવરાજ વિગ્રહ ચૌહાણે નાડાલ પર હલ્લા કર્યા હતા અને રાજા કુમારપાલ તરફથી ચાહડરાજ ઘટ્ટે આવી વિગ્રહરાજને પાછા હટાબ્યા હતા.
૨૭. આલણદેવ-સં૦ ૧૨૦૯ થી ૧૨૧૮. તે કટુકરાજના નાના ભાઈ હતા. રાજગચ્છના આ૦ ધર્મઘેાષના તે ઉપાસક હતા. તેને માલણદેવી નામે પત્ની તથા કેહુણ, ગજસિંહ વગેરે પુત્રો હતા. તેણે રાજા કુમારપાલનું અમારિશાસન સાંભળી સ૦ ૧૨૦૯ના માહુ દ્વિ ૧૪ને શનિવારે કરાડુ વગેરે ત્રણ ગામેામાં ૮, ૧૧, ૧૪ તિથિએ માટેનુ અમારિશાસન પ્રવર્તાવ્યું હતું, જેમાં રાજા અને ઉપર્યુ ક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org