________________
૧૭૪
જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
• સેારઠના ચૂડાસમાની ગાદી ગિરનારની તળેટીમાં જૂનાગઢમાં હતી. તેઓ પણ ગિરનાર, કાડિનાર અને સેામનાથના યાત્રિકોને લૂંટતા, અને રંજાડતા હતા. દરિયાનાં વેપારી વહાણાને લૂટવાની ચાંચિયાગીરી કરતા. તેઓ માંસ ખાતા, દારુ પીતા, વ્યભિચાર કરતા અને સાંઓની લાજ લૂંટતા હતા. તેમના પાશવી જીવનના ચિતાર ‘દ્વાશ્રયમહાકાવ્ય ’માંથી જાણવા મળે છે. તેઓ યાદવ હતા પરંતુ આ ધંધાથી આભીર કહેવાતા હતા.
કચ્છના રાવ અને સિંધના મ્લેચ્છે તેમના સાગરીત હતા. મેટા ભાગે લૂંટારા રાજા માટે તિરસ્કારસૂચક ‘હમ્મીર' શબ્દ વપરાય છે. ચૂડાસમાના રાજવંશ નીચે પ્રમાણે જાણવા મળે છે—
૧. હમ્મીર—તેણે સ`૦૮૯૦ લગભગમાં ગોંડલના સોંઘપતિ ધારશીના સંઘને યાત્રા કરતાં રાકચો અને તેના પુત્રો તેમજ સુભટને મારી નાખી ધન લૂંટી લીધું. આથી આ૦ અપટ્ટિ અને રાજા નાગાવલેાક અહી આવ્યા ત્યારે ગિરનાર તીર્થં પહેલાંની જેમ શ્વેતાંબર જૈનાને અપાવ્યુ. (પ્રક૦૩૨, પૃ૦ ૧૩૧, ૧૩૨)
૨. મૂળરાજ. ૩. વિશ્વવરાહ (ધરણીવરાહ).
૪. ગ્રહરિપુ~તેણે સં૦ ૯૯૬ લગભગમાં એક યાત્રાસંધને લૂટવા ધાર્યું. પણ આ॰ અલિભદ્રસૂરિની વિદ્યાથી તેને તેમની આગળ નમવુ પડયુ. તેણે માફી માગી અને સ ંઘે નિર્ભયપણે યાત્રા કરી. (પ્રક૦ ૩૪, પૃ૦ ૫૭૫, ૫૭૬) રા॰ સા૦ મહીપતરામ નીલકંઠ લખે છે કે, સારાનેા રાજા ગ્રહરિપુ પ્રભાસ-સેામનાથની યાત્રાએ જનારને લૂટવા લાગ્યા. ગૂજરપતિએ તેને સજા કરવાને ચડાઈ કરી. એ સમયે કચ્છના રાજા લાખા તથા કેટલાક મિત્ર અને માંડલિક રાજા સેારઠના રાજાની કુમકે ગયા, તેથી તેની કને જમરુ લશ્કર થયુ. મૂળરાજે તેને પરાજય કર્યાં. ગ્રહરિપુ અને લાખા રણમાં પડચા,’
(–ગુજરાતના સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૧૧)
૫. કવાત-સ’૦ ૧૦૩૮, ૬. રા’ દયાલ-સ૦ ૧૦૫૯, ૭. નવઘણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org