________________
૧૫૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણું
પાલની શિખવણીથી પ્રતિમાને તાડી હશે પરંતુ ચંદ્રાવતીમાં જેનાનું પ્રભુત્વ, રાજા કુમારપાલ, રાજા ધારાવ, રાણા પ્રહૂલાદનને અરસપરસના સ્નેહસંબંધ, રાણી શ્રૃંગારદેવીની જૈનધર્મ પ્રત્યેની અભિરુચિ, જૈનમંદિરને આપેલાં દાન તેમજ કુમારપાલે કાઢેલા સંઘમાં રાણા પ્રહ્લાદને સંઘ સાથે યાત્રા કરવી અને પ્રહ્લાદનનું પરાક્રમ, વિદ્વત્તા, ઉદારતા વગેરે જોતાં તેના હાથે આવું અનાડીપણું થાય એ સવિત નથી એટલે આના સ્પષ્ટ નિર્ણય લાવવા વધુ આધારાની અપેક્ષા રહે છે.
અહીં એટલું સવિત છે કે, પ્રહ્લાદને જૂના પાલનપુરને ફરીથી આબાદ કર્યું હશે. રાજવિહારના જીર્ણોદ્ધાર કરી ફરીથી નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હશે અને મંદિરના નિભાવ માટે લાગા માંધી આપ્યા હશે, અથવા પાલનપુર તેમજ રાજવહાર નવેસર અનાવ્યાં હશે. આ સમયે પલ્લવિયા પાર્શ્વનાથને હમેશાં ૧ મૂડા ચેાખા, ૧૬ મણ સેાપારી વગેરે લાગાની આવક થતી હતી.
૧૫. સેામસિહ—તે રાજા ભીમદેવ બીજાના મહામ ડલેશ્વર હતા ત્યારે મહામાત્ય તેજપાલે સ૦ ૧૨૮૭ માં આવ્યૂ ઉપર લૂણિગવસહી જિનપ્રાસાદ બંધાવ્યા હતા, જે આજે પણ તેની સ્થાપત્યકળા વડે દ્વિગુઢિગતમાં ગવાય છે. રાજાએ લુણગવસહી અને વિમલવસહીને કરમુક્ત જાહેર કર્યાં હતાં અને લૂણિગવસહીના નિભાવ માટે ડખાણી ગામ આપ્યું હતું.
૧૬. કૃષ્ણરાજ——તેનું બીજું નામ કાનડદે હતું. તે લૂણિગવસહીના ઉત્સવમાં હાજર હતા. તે રાજા થતાં મેવાડના રાણા ચૈત્રસિંહે ચદ્રાવતીને પેાતાના કાબૂમાં લીધું પરંતુ રાજા તથા યુવરાજે ચદ્રાવતી તેને પાછું વાળ્યું.
૧. રાણા પ્રહ્લાદને રાખ કુમારપાલના ભ॰ શાંતિનાયના દેરાસરની પિત્તલની ૩ પ્રતિમાએતે ગળાવી નંદી–પેાડિયે બનાવ્યા તેથી તેને કોઢ રાગ થયેા. (જુઓ, અંચલગચ્છના વાચક વિનયશીલનું ‘અબુ હૈં ચૈત્યપરિપાટી સ્તવન’ સં. ૧૭૪૨) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org