________________
૧૫૯
પત્રિીશમું ]
આ ઉદ્યોતનસૂરિ ૧૭. પ્રતાપસિંહ અલાઉદ્દીન ખિલજીએ સં ૧૩૬૮ માં ચંદ્રાવતી ભાંગ્યું, લૂંટયું અને તેને નાશ કર્યો ત્યારથી ચંદ્રાવતીનું પતન શરૂ થયું. આજે તેનું અસ્તિત્વ છેક ભુંસાઈ જવા આવ્યું છે. * સંભવ છે કે, ચંદ્રાવતી, પાલનપુર અને જગાણુને આ રોજવંશ સૌરાષ્ટ્ર તરફ ચાલી ગયો હશે. તેમાંથી મૂળીને પરમારવંશ જન્મે લાગે છે.
૨. પરમારવંશ (જાલોર) ૧. વાક્પતિરાજ, ૨. ચંદદેવ, ૩. દેવરાજ, ૪, અપરાજિત, ૫. વીજડ–તેનું સં૦ ૧૧૬૫ નું દાનપત્ર મળે છે. ૬. તિહુઅણુદેવ તથા ધારાવર્ષ. ૭. વીશલદેવ–સં. ૧૧૭૪, (જાલેરના કિલ્લામાં સં. ૧૧૭૪ને શિલાલેખ છે.) (-જૂએ, જેનસત્યપ્રકાશ, ક્રમાંક: ૧૧૪)
૩. પરમારવંશ (માળવા) ૧. કૃષ્ણરાજ–તેનું બીજું નામ ઉપેન્દ્ર હતું. તે ખેડામંડલમાં હરસોલ (હર્ષપુર)ને રાજા હતા. માળવાને માંડલિક હતો.
૨. વૈરિસિંહ,
૩. સીયક-સં. ૧૦૦૫ થી ૧૦૩૦. તેનાં બીજાં નામે સિંહદંત સિંહભટ્ટ અને શ્રીહર્ષ મળે છે. ખેડામંડલ પ્રથમ કને જના પડિહારોના તાબામાં હતું અને સં૦ ૯૬૦ લગભગમાં માલ ખેડના રાષ્ટ્રકૂટના તાબામાં આવ્યું. તેમાં હરસેલ, વાઘાસ, કપડવંજ વગેરે ૭૫૦ ગામે હતાં. ત્રીજા કૃષ્ણરાજ (સં૦ ૯૯૩ થી ૧૦૨૩)ના સમયે સીયક ખેડામંડલને મહામાંડલિક હતો. તેણે માળવા જઈ ઉર્જનમાં રાજગાદી સ્થાપના કરી. સં. ૧૦૨૯ માં રાષ્ટ્રકૂટની ધૂંસરીને ફગાવી દીધી. માળવાને આ પહેલા પરમાર રાજા હતો. તેણે દત્તક પુત્ર મુંજને રાજ્ય આપ્યું અને પુત્ર સિંધુરાજને યુવરાજ બનાવ્યું. મૃ૦ ૦ ૧૦૩૦. . ૪. મુંજદેવ–સં૦ ૧૦૩૧ થી ૧૦૫૨. તેનું બીજું નામ વાપતિરાજ હતુંતે બહુ રૂપાળે હતો. રાજા સીયકને તે મુંજ ઘાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org