________________
પાંત્રીશમું ] આ ઉદ્યોતનસરિ
૧૪૫ માત્ય-કાન્હ સં. ૧૩૩૨, મધુસૂદન સં૦ ૧૩૪૯ અથવા ૧૩૪૩, વાધૂયન સં૦ ૧૩૫૦ ૪. કરણ વાઘેલ-(
L) સં૧૩પ૩ થી ૧૩૬૦ મહામાત્ય-માધવ નાગર.
નાગર મંત્રી માધવે સં૦ ૧૩પ૬ થી ૧૩૬૦માં દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનના ભાઈ અલફખાન તથા વજીર નસરતખાનને સૈન્ય સાથે લઈ આવી ગુજરાતના હિંદુ રાજ્યને મૂળથી વિનાશ કરાવ્યું. રાણુ કમલાદેવી બાદશાહની બેગમ બની. સૂબા અલફખાને પાટણ તથા આશાવલના કિલ્લા બનાવ્યા અને પાટણમાં મસ્જિદ બનાવી. ગુજરાત પરાધીન બન્યું.
માધવ મહિતઈ કર્યું અધર્મ,
નવિ છૂટીઈ જેઅ ગિલ્યા કર્મ.” (–નાગર કવિ પદ્મનાભને “કાન્હડદે પ્રબંધ’, સં. ૧૫૧૨) વનરાજ ચાવડાએ ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ચાવડા સોલંકી અને વાઘેલાઓએ તેના ઉપર શાસન કર્યું. ગુજરાતમાં સેલંકીયુગ ખૂબ ફાલ્યોફૂલ્યો હતો, એ સુવર્ણકાળ હતો. કેમકે એ સમયે ગુજરાતમાં રાજસત્તા, મહાજન વ્યવસ્થા અને ગ્રામપંચાયતો પિતપિતાની ફરજ અદા કરતાં હતાં. જેનધર્મ અને પૌરાણિક ધર્મના પ્રચાર હતો. એ સમયે વ્યાકરણ વગેરે વિવિધ વિષયનું સાહિત્ય સયું. ગુજરાતને સાચે અને સળંગ ઈતિહાસ ઘડી શકાય તેવા પ્રબંધ અને ચરિત્રો લખાયાં. આબૂ, ગિરનાર, રુદ્રમાલ અને સોમનાથનાં મંદિરે જેવાં ધર્મસ્થાને અને અનુપમ કળાધામે ઊભાં થયાં. મંદિરેકને તેડનારા બાદશાહ(સં. ૧૩૬૯)ના જ શાસનકાળમાં શત્રુંજય (સં. ૧૩૭૧), આબૂ (સં. ૧૩૭૮) વગેરે સ્થળોનાં મંદિરે ફરી વાર તૈયાર થયાં, એવી કુનેહ અને સમયસૂચક બુદ્ધિ ખીલેલી હતી. તરવારથી કે સાહસથી સાધી ન શકાય એવાં કાર્યો સધાવનારી વ્યવહારકુશળતા વિકસી હતી. વેપાર વધ્યું હતું. ધનની રેલમછેલ હતી, એ સમયથી જ ગુજરાતને સદાને માટે વેપારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org