________________
૧૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ તેની સામે થયે, યુદ્ધ થયું અને અજયપાલ ઘવાયે. પાલનપુરના રાજા પ્રહૂલાદને તેને બચાવ્યા, જ્યારે રાજ્યનું શાસન ચલાવનાર આલણદેવને પુત્ર કીર્તિપાલ આ યુદ્ધમાં મરાય.
અજયદેવને અંગરક્ષક વૈજલ હતો, જેની માતા કુલટા હતી. રાજાએ તેણીને પિતાના મહેલમાં રાખી અને તેની પાસે તેના મતવાળા પુત્રને મક. વિજલે ગુસ્સામાં આવીને ધાંગાને તથા રાજાને મારી નાખ્યા. ગુજરાતના એક નાલાયક રાજાને નાશ કર્યો. આ ઘટના સં. ૧૨૩૨ ના ફાગણ સુદિ ૨, (માર્ચ, સને ૧૧૭૬)ના દિવસે બની. આ રાજાથી સેલંકી રાજવંશની અવનતિ શરૂ થઈ
રાજા અજયપાલને નાયકીદેવી રાણી હતી, જે કર્ણાટકના રાજા પરમર્દીની પુત્રી હતી. તેને મૂલરાજ અને ભીમદેવ નામે પુત્ર હતા, અને રણે લૂણપસાક સોલંકી તથા વયજલદેવ વગેરે દંડનાયકે
૧. સં. ૧૪૦૫ ના “પ્રબંધકોશ ”માં ઉલ્લેખ છે કે, દિલ્હીના બાદશાહે ગુજરાત પર હલ્લો કર્યો, જેને મંત્રી વસ્તુપાલે હઠાવી પાછા કાઢયો. આ ઉલ્લેખ “કીર્તિકૌમુદી' અને “સુકૃતસંકીર્તન માં નથી, છતાં સાચે છે. “કીર્તિકૌમુદી', સં. ૧૨૮૮ ને રેવંતગિરિરાસુ અને પ્રબંધચિંતામણિમાં ઉલ્લેખ છે કે, સિદ્ધરાજે સેરઠ પર ચડાઈ કરી હતી. આ ઉલ્લેખ “યાશ્રય' તથા “વડનગરપ્રશસ્તિ માં નથી, છતાં એ હકીક્ત સાચી છે. “સત્યપુરમંડનમહાવરોત્સાહમાં સેમનાથભંગને ઉલ્લેખ છે, બીજે નથી, પણ તે સત્ય છે. એ જ રીતે પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશમાં અજયપાલની બર્બરતાનો ઉલ્લેખ છે બીજે આ ઉલ્લેખ નથી, છતાં તે સત્ય છે. કોઈ કોઈ ઘટના સમકાલીન ગ્રંથોમાં ન લખાઈ હોય અને બીજા પુરાવાઓથી તે પુષ્ટ થતી હોય તે તે ઘટના સાચી મનાય.
દુર્ગાશંકર શાસ્ત્રી પણ કબૂલ કરે છે કે, ગમે ત્યાં ખૂણે પડેલ શિલાલેખ પણ ઐતિહાસિક કસોટીએ પાર ઊતરતો હોય તો તે માનવામાં વાંધો નહીં.
" (ગુજ. મધ્ય રાજ ઈનાં પ્રબંધાત્મક સાધને) તેઓ આમ કબૂલ કરે છે પણ અજયપાલની અયોગ્યતા વિશે કંઈ જ જણાવતા નથી. એતિહાસિક વિશિષ્ટ હકીક્તને પણ કબૂલ કરવામાં સંપ્રદાયિક વ્યામોહ કે ભાગ ભજવે છે તેનું આ પ્રમાણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org