________________
પાંત્રીશમું ].
આ ઉદ્દઘેનનરિ જેથી બાકીનાં બીજાં મંદિરે બચી જાય તેવું કરે.
શીલણે એક સાંઠીઓને પ્રાસાદ બનાવ્યું, ઘેળા, ચીતરાવ્યો. રાજા અજયપાલને પોતાને ત્યાં પધરાવી તેના હાથમાં પોતાના પાંચ પુત્ર તથા આ પ્રાસાદ ભળાવ્યા અને બે હાથ જોડી વિનંતિ કરી કે,
મારે પુત્રે છે, હું વૃદ્ધ થયો છું, આથી તીર્થયાત્રાએ જવા ઈચ્છું છું. મને આજ્ઞા આપે કે, મારા જીવનનું કલ્યાણ કરું.” તે આ પ્રમાણે કહી સૌની રજા લઈ એક દિશા તરફ રવાના થયે, પરંતુ શીલણ જાય છે એટલામાં તે તેના પાંચ પુત્રએ આ પ્રાસાદને ડાંગે વડે તોડીફેડી જમીનદસ્ત કરી દીધું. શીલણ તોડવાનો અવાજ સાંભળીને ને પાછો ફર્યો અને પુત્રને તિરસ્કારભરી વાણી ઉચ્ચારી છેલ્યઃ રે અભાગિયાઓ ! આ કુતૃપ છે તે તો સારે છે પરંતુ તમે મારા કુપુત્રે તે તેનાથીયે અધમ છે. રાજાએ તે પિતાના પિતાના મરણ બાદ તેનાં ધર્મસ્થાને પાડી નાખ્યાં, જ્યારે તમે તે હું સો ડગલાં દૂર પહોંચે એટલીયે રાહ ન જોઈ.”
રાજા આ હકીકત સાંભળી શરમાઈ ગયે. તેણે દેરાસર તોડવાનું કામ સદંતર બંધ કર્યું, એટલે બાકીનાં દેરાસરે બચી ગયાં અને જેને પિતાના અધિકારપદે કાયમ રહ્યા.
રાજાએ પોતાના મિત્ર આ૦ બાલચંદ્રને પિતાના ગચ્છના દ્રોહી અને ગુરુદ્રોહી તરીકે ખૂબ તિરસ્કાર કર્યો.
અજયપાલે જેને વિરોધ કરવામાં મૌન ધારણ કર્યું, પણ તેને ઉન્મત્ત સ્વભાવ સુધર્યો નહતો. રાજપુરોહિત જણાવે છે કે, તે રાજાઓને ઘણો દંડ દેતો અને હમેશાં નવી નવી સ્ત્રીને પિતાના અંતઃપુરમાં દાખલ કરતે. (કીતિકૌમુદી, સર્ગ: ૨, લેટ પર થી પ૫) તેને એક એવી કુટેવ હતી કે, તે ગમે તે સ્ત્રીને પકડી લેતો અને તેમના પુત્રો સાથે તે સ્ત્રીઓને વિદ્રોહ કરાવતે. આથીયે ઘણુઓને રાજા અજયપાલ પ્રત્યે રોષ હતે.
તેણે અજમેરના રાજા સેમેશ્વર (સં. ૧૨૨૬ થી ૧૨૩૬)ને ખૂબ દંડ દીધો. મેવાડને રાણે સામંતસિંહ (સં. ૧૨૨૮ થી સં. ૧૨૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org