________________
૧૩૮.
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ રજે [ પ્રકરણ ફારસી ઇતિહાસ કહે છે કે, મૂળરાજ તે બાલ્યાવસ્થામાં હતું, પણ તેની માતાએ સૈન્ય એકત્ર કરી ભારે પરાક્રમથી દુશમન લશ્કરને નસાડી મૂક્યું. એ યુદ્ધમાં શાહબુદ્દીનને ભારે નુકસાન પહોંચ્યું. હાર ખાઈને તે પાછો ગિઝની આવ્યું.
એ સમયે ગિઝનીમાં પાટણને એક ધનાઢય વેપારી રહેતો હતે. એની પાસે એટલી મિલકત હતી કે, યુદ્ધનું બધું જ નુકસાન તેની એકલાની પાસેથી વસૂલ થઈ શકે. આથી શાહબુદ્દીનના કેટલાક દરબારી
એ બાદશાહને કહ્યું કે, “આ વેપારીને લૂંટી લે, તેથી યુદ્ધનું બધું નુકસાન ભરપાઈ થઈ શકશે. પરંતુ શાહબુદ્દીને એમ કરવાની ના પાડી અને જવાબ આપ્યો કે, “આવી રીતે જે હું પરદેશી વેપારીએને લૂંટી લઈશ તે મારા રાજ્યમાં વેપાર કરવાને કેણ આવશે? યુદ્ધનું નુકસાન તે જ્યાં થયું છે ત્યાંથી જ હું વસૂલ કરીશ.” (જૂઓ, જામેઉલ હિકાયત; ભેટ જ સાંડેસરાનું વસ્તુપાલનું
વિદ્યામંડલ અને બીજા લેખે પૃ૦ ૧૧૦, ૧૧૧) આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, પાટણના જેને ધનાઢય હતા, મોટા વેપારી હતા અને ગિઝની સુધી પહોંચ્યા હતા. તેમજ ધર્માધ રાજાઓ પણ પોતાના રાજ્યમાં વસતા દુશ્મન રાજ્યના વેપારીના રક્ષણ માટે પૂરી કાળજી રાખતા હતા. ૧૧. ભેળે ભીમદેવ (સં. ૧૨૩૫ થી ૧૨૮)
રાજા મૂળરાજ પછી તેને નાનો ભાઈ ભીમદેવ ગુજરાતને રાજા થયે. તે સગીર વયને હતો, વિકલ હતો પણ પુણ્યશાળી હતે. તે આખો દિવસ સૈદ્ધ અને મેટુ એ બે ગાડરણેને રમાડત, નવરાવતે, ધવરાવતે અને લડાવતા હતા. તે સહસકલા વેશ્યાને અંતઃપુરમાં રાખી બેઠો હતો. તેને રાજ્યની જવાબદારીનું ભાન નહોતું, તેથી તેના સામંત સ્વતંત્ર થઈ ગયા. રાજા અજયપાલથી રાજ્યની
૧. ૬૦ કે. શાસ્ત્રી લખે છે કે, “સુકૃતસંકીર્તન, કૌતિકૌમુદી, પ્રબંધચિંતામણિ વગેરે પ્રબંધેએ જેન મંત્રી વસ્તુપાલની તથા એના આશ્રયદાતા વાઘેલાઓની વાત કરવાના વેગમાં બિચારા ભીમદેવને અન્યાય કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org