________________
૧૩૪
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે ગુજરાતના રાજ્યનું પતન થવું શરૂ થયું. તેણે શરૂઆતથી જ પોતાને “કલિકાલનિષ્કલંકાવતાર” તરીકે જાહેર કરી બર્બરશાહી ચલાવી. તેણે મહારાજા કુમારપાલે બંધાવેલાં અને સમરાવેલાં પાટણ, મેઢેરા, ગાંભૂ વગેરે સારસ્વતમંડલનાં સઘળાં મંદિરે તોડવા માંડ્યાં. મંત્રી કપર્દીને એક દિવસે મહામાત્ય બનાવી તે જ રીતે તેલની કડકડતી કડાઈમાં જીવતો તળાવ્યો. મંત્રી આંબડને લશ્કર દ્વારા ઘેરી લઈ મારી નંખાવ્યો. આ રામચંદ્રસૂરિને તાંબાની તપાવેલી પાટ ઉપર બેસાડી ભુંજાવ્યા, જેનેને દબાવ્યા, ગ્રંથભંડારને બનાવી નાખ્યા,
પ્લે જેવું વર્તન ચલાવ્યું, તેણે તારંગા, જાલેર વગેરે દૂરનાં જિનાલયને તેડવા જવાની તૈયારી કરી. શેઠ આભડ અજયપાલને રાજા બનાવવાની તરફેણમાં હતો, તે પણ આ જુલમથી દુઃખ પામે. તેણે બીજા મંદિરે ને રાજાના કેપમાંથી બચાવવા યુક્તિથી કામ લીધું. રાજાના પ્રીતિપાત્ર શીલણ ભાંડને ઘણું ધન આપી તૈયાર કર્યો,
૧. કર્નલ જેમ્સ ટોડ લખે છે કે–અજયદેવ મુસલમાન થઈ ગયો હતો. (વેસ્ટ ઈંડિયા, પૃ. ૯૧). જે કે અજયપાલ મુસલમાન થયો નહોતો, પણ મુસલમાન લાગે તેવું તેનું વર્તન હતું. આ રાજાના કારણે મંત્રી ઉદાયન તથા શેઠ આભડની સંતતિમાં ધમપરાવર્તન થવાનું મનાય છે. | દુર્ગારામ કેવળરામ શાસ્ત્રી લખે છે કે, “અજયદેવ જૈનધર્મને કટ્ટર વિરોધી હોવાની વાતમાં શંકા નાખે છે” (ગુજ. મ. રા. ઈ., પૃ. ૩૩૩) એટલે જેનોના મંદિર, ગ્રંથભંડારે, મુનિવરો અને જેન મંત્રીઓને વિનાશ તથા નિષ્કલંકાવતાર બનવાને દા વગેરે તે શાસ્ત્રીને મન કંઈ જ ઐતિહાસિક ઘટના લાગતી નથી. અજયદેવ ધર્માધ શૈવ હતો. (–રા બ૦ મહીરૂ૫૦ નીલકંઠને
ગુજળ સં. ઇતિક પૂ૦ ૧૬) રા, બ૦ ગેવિંદરામ હાથીભાઈ લખે છે કે, “અજ્યપાલે ગાદી પર બેસતાં જ જેને પર જુલમ કરવા માંડો.
અજયપાલે ક્રૂર, ઉન્મત અને દંશલી ચાલ ચલાવી છે એમાં કંઈ શાક નથી. આ જુલમી રાજાનું રાજ્ય ધણ વર્ષ ટકી શક્યું નહીં.
(ગુજરાત પ્રાચીન ઇતિહાસ, પ્ર. ૨૦૩-૨૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org