________________
૧૧૦
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ રો
[ પ્રકરણ
દન તથા ઉપદેશમાં અવારનવાર જતા હતા. તે આચાર્ય શ્રી પાસે ધનીતિ સાંભળતા હતા અને મત્રી કપર્દીની પ્રેરણાથી રાજનીતિ જાણવા માટે અપેારે એક કલાક શાસ્ત્રીજી પાસે ‘કામદ્યકીય-નીતિશાસ્ત્ર’ સાંભળતા હતા. એક દિવસે કુમારપાલ રાજા મેઘથી પણ વિશેષ છે એ સાંભળી ઉપમાને બદલે ઔપમ્ય શબ્દ એલ્યા. મત્રી કપર્દી એ એકાંત માં મીઠા ઠપકા આપ્યા કે, જગત રાજા વગરનું રહે એ સારુ પણ રાજા મૂખ હોય તે સારા નહીં, તે આપે અભ્યાસ કરીને તૈયાર થવુ જોઈ એ. માણસ ગમે તે ઉંમરમાં ભણી શકે છે.’ તે દિવસથી રાજાએ કક્કો ભણવા શરૂ કર્યું અને એક જ વર્ષમાં ત્રણ વૃત્તિએ અને ત્રણ કાબ્યા ભણી લીધાં. આથી સૌએ એને ‘વિચારચતુરાનન’ તરીકે બિરદાવ્યેા.
:
તેણે જૈન બન્યા પછી સંસ્કૃતમાં આત્મનિંદ્યાદ્વાત્રિંશિકા ’ બનાવી છે, જે તેના સાહિત્યચિંતનનું પ્રમાણપત્રરૂપ છે.
એક દિવસ રાજાના મસીયાઈ ભાઈ ભીલિડયાના સામત આનાકને ઘેર લવણુપ્રસાદના જન્મ થયા. રાજાએ તત્કાલીન ચેષ્ટાના આધારે ભવિષ્યવાણી કહી સંભળાવી કે, ‘લૂણપાક ગુજરાતને રાન્ત થશે પણુ અણુહિલપુર પાટણના નહીં.' આ પણ તેની વિચારપ્રૌઢતાનુ જીવંત પ્રમાણ છે.
રાજાને એક દિવસે ઇતિહાસમાં અમર થવાની ભાવના જાગી. તેણે આચાર્ય શ્રી આગળ પેાતાની ભાવના કહી સંભળાવી. આચાર્ય શ્રીએ તેને ઉપદેશ આપ્યા કે, ' તારે સામનાથ પાટણના શિવાલયના જીર્ણોદ્ધાર કરવા, પરંતુ યાદ રાખવુ જોઈ એ કે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ તું પહેલા ભવમાં કરેલા ધર્મના પ્રતાપે રાજા બન્યા છે. રાજાના ધર્મ છે કે, રાજ્યના મનુષ્ય, પશુ, પંખી વગેરે પ્રાણીમાત્રનું રક્ષણ કરવું જોઈ એ. સાચા ક્ષત્રિય તે જ છે કે જે ભચમાં સપડાયેલાને અચાવે. રાજાએ કાઈ પણ પ્રાણીનુ માંસ ખાવું ન જોઈએ. સાચા રાજા તા પ્રજાવત્સલ જ હેાય. તું એવે ઉત્તમ રાજા બન. તું સેામનાથના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ અને એની સફળતા માટે દારૂ, માંસના સર્વથા ત્યાગ કર, તેમજ બ્રહ્મચર્યનું પાલન કર. આથી તારું છાઁદ્વારનું કાર્ય પાર પડશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org