________________
પપત્રીશમું ]
આ ઉદ્યોતનરિ
૧૧૩
તે દરેકની પૂજા માટે જમીન વગેરે આપ્યાં. આ કામમાં કુલ
૧,૬૦૦૦૦૦૦ દ્રવ્ય વાપર્યું.
રાજાએ પાટણના પ્રતાપી જૈનસ ંઘમાં કુસંપ ન પેસે એટલા ખાતર તરતમાં નીકળેલા નવા જૈન મતાને પાટણ બહાર જવાના આદેશ કર્યાં. એવા સૌ ગચ્છનાયકા બહાર ગયા પણ આ॰ વિજયસિંહસૂરિ માત્ર પોતાના બુદ્ધિચાતુર્યથી ત્યાં રહી ગયા હતા. (જૂએ, ‘ અ’ચલગચ્છ પટ્ટાવલી ’)
રાજા કુમારપાલે જૈનધર્મનું જ્ઞાન મેળવી સ’૦ ૧૨૧૬ ના માગશર સુદિ ૨ ને દિવસે આ હેમચંદ્રસૂરિની પાસે સમ્યક્ત્વ તથા ગૃહસ્થનાં ખાર ત્રતા સ્વીકાર્યો. તે સમયથી તે પરમાર્હત અન્યા. આચાર્યશ્રીએ પેાતાના વરદ હસ્તે તેને ‘રાજર્ષિં'નું બિરુદ આપ્યું તથા તેની વિનંતિથી તેના મેધ માટે વીતરાગસ્તાત્ર ’ તથા ચેાગશાસ્ત્ર' વગેરે ગ્રંથાની રચના કરી. રાજા તેના નિત્યપાઠ કરતા હતા
રાજાએ સવારમાં મંગલપાડથી જાગવું, નમસ્કારના જાપ, વીતરાગસ્તાત્ર તથા યોગશાસ્ત્રના અખંડ પાઠ, જિનદન, ચૈત્યવંદન, કુમારપાલવિહારમાં ચૈત્યપરિપાટી, ઘરદેરાસરમાં ભેાજનનૈવેદ્ય ધરીને જમવું, સાંજે ઘરદેરાસરમાં આંગીરચના, આરતી, મંગલદીવા, પ્રભુસ્તુતિગુણગાન, રાત્રે મહાપુરુષાના જીવનની વિચારણા અને નિદ્રા એ રીતે પેાતાને દિનભરના ધાર્મિક કાર્યક્રમ ગેાઠવ્યેા હતેા.
તેણે ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક તથા પ્રતિક્રમણુ મુખપાઠ કરી લીધા. આઠમ-ચૌદશના દિવસે તે એકાસણું કરતા હતા. (જૂએ, પ્રાકૃત દ્વાશ્રયકાવ્ય, કુમારપાલપિડઠેહા) સહસ્રાવધાની અને મહાન ગ્રંથકાર આ મુનિસુંદરસૂરિ કુમાર
૧. કુમારપાલે બંધાવેલા ત્રિભુવનપાલવિહાર, કુમારપાલવિહાર વગેરે મદિરાની પ્રશસ્તિમાં તે પરમાહત તરીકે ઉલ્લેખાયેલ હશે. પરંતુ રાજા અજયપાલે એ મદિરાને વિનાશ કર્યા, એટલે તેની પ્રતિએ પણ નાશ પામી માત્ર સં૰ ૧૨૧૧ ના જાલેરના શિલાલેખ મળે છે. તેમાં તથા · અભિધાન ચિતાઅણુ 'માં કુમારપાલને · પરમાત ' તરીકે ઓળખાવ્યા છે.
6
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org