________________
૧૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ હતી, પત્ની હતી પણ કંઈ સંતાન નહોતું. તે એક રાતે ઉપરની મિલકત મૂકીને મરી ગયો.
રાજા કુમારપાલ બીજે દિવસે સવારે ઊઠી સામાયિક, નવકારમંત્રની માળા અને ગશાસ્ત્રનો પાઠ કરી બહાર આવ્યું ત્યારે ચાર વેપારીઓએ જણાવ્યું કે, “રાજન ! કુબેરદત્ત અપુત્રિ મરણ પામે છે તેથી અપુત્રિયાનું ધન રાજાનું બને છે. તે આપ અત્યારે જ પધારે અને એ ધનને રાજખજાનાખાતે એકલાવો.”
રાજા મંત્રીઓ વગેરેની સાથે ત્યાં ગયો. તેણે તેના પરિગ્રહની નોંધ વાંચી, દેરાસર જોયું. ધન પુષ્કળ હતું, પરંતુ શેઠની માતા અને પત્ની છાતી ફાટ રુદન કરતી હતી. એક તે ઘરને ચલાવનાર ગયે અને તેનું ધન પણ રાજાને ઘેર જશે આ વસ્તુ પણ રુદનનું એક કારણ હતી. રાજા તેમનું રુદન સાંભળી ગળગળો થઈ ગયે અને કહ્યું કે, “મારે આવું ધન ન જોઈએ. જે બીજાનું ધન લે છે તે તેને પુત્ર થાય છે. રાજા સિદ્ધરાજે પુત્ર માટે સોમનાથની પગપાળા યાત્રા કરી હતી. એક તે પુત્ર ન હોય તેનું દુખ હોય અને તેનું ધન ઉઠાવી જાય ત્યારે સ્ત્રીની શી દશા થાય? સ્ત્રીનું ધન લેવું એ તે સમસ્ત નારીજાતિનું અપમાન છે, સભ્યતાનું કલંક છે. હું આ ધન લેવા ઈચ્છતો નથી. જુઓ, અનાજને વેપારી દુકાળને, કુલટા નારી પતિના મરણને, વૈદ્યરાજ (ડૉકટર) ધનિકેમાં રેગોત્પાત, નારદજી કજિયાને, દુર્જન પારકા છિદ્રને, રાક્ષસ છલ-ભેદને અને રાજા ધનિક વાંજિયાના મરણને ઈચ્છે છે–આ બધાં અનિચ્છે છે, નરી દુષ્ટતા છે. - ભારતના રાજાઓ સ્મૃતિશાસ્ત્ર (મનુસ્મૃતિ અ. ૯, ૧૮૯), અર્થશાસ્ત્ર (અર્થશાસ્ત્ર અ૦ ૩, અ૦ ૫, પ્રક. ૫૦) અને બીજાં પ્રમાણે (અભિજ્ઞાન શાકુ તલ, અંક : ૬)ને આધારે સ્ત્રીઓને રેતી મૂકી વાંજિયાનું ધન લેતા હતા. કુમારપાલે એ રીતને હલકી માની તેમાં કાનૂની કાંતિ કરી. લગભગ ૭૨ લાખના વાર્ષિક ધનની આવકવાળો રુદતીધનને પટ્ટો પાણીમાં નાખી દીધો અને નારીજાતિને પુરુષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org