________________
પાંત્રીશમું ]
આ ઉદ્યોતનસૂરિ
૧૨૫
કુમારપાલની આજ્ઞા મેળવી કાશી લઈ ગયા અને તેને રખાત બનાવી. આ રાણી નાલાયક હતી. મિાજી હતી. તેણે પેાતાના પુત્રને રાજ્ય અપાવવાની જીદ્દથી મુસલમાનને બેલાવી વિ॰ સ૦ ૧૨૪૯ (હી॰ સં૦ ૫૮૯)માં કાશી રાજ્યના વિનાશ કરાવ્યેા. રાજા જયચંદ્રના આશ્રિત કવિ શ્રીહર્ષે - નૈષધીયમહાકાવ્ય ' અનાવ્યું. શાહબુદ્દીન ઘારીએ સં૦ ૧૨૪૬ માં પૃથ્વીરાજ ચૌહાણને મારી નાખી દિલ્હી જીતી લીધું. (જૂએ, પ્રબંધચિંતામણિ, પ્ર૦ ૫; પ્રબંધકોશ પ્ર૦
૧૧, તખકાત ઈ નાસીરી પૃ૦ ૬૬૪ થી ૬૬૯) મંત્રી. આંબડે સ’૦ ૧૨૨૨ માં ભરૂચમાં શકુનિકાવિહારના જીર્ણો દ્વાર કરાવ્યા અને આ॰ હેમચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલ આ મહેાત્સવમાં ભરૂચ ગયા હતા. આજે તે આ મંદિર મસ્જિદ તરીકે ઊભું છે.
રાજાએ સં૦ ૧૨૨૬ માં શત્રુ જયતી ને છરી પાળતા મેાટા સંઘ કાઢયો. આ સંઘમાં આ॰ હેમચંદ્રસૂરિ વગેરે આચાર્યો, મુનિવરા, મહારાણી ભાપાલદેવી, ચૌલુકયની પુત્રી લીલુદેવી, પાલનપુરને રાણા પ્રહ્લાદન, શેઠે આભડ, તેની પુત્રી ચાંપલદેવી, કવિચક વર્તી શ્રીપાલ, કવિ સિદ્ધપાલ, મંત્રી કપ, રાજાના દૌહિત્ર પ્રતાપ અલ, ૯૯ લાખને સ્વામી શેઠ છેડે, મંત્રી આંબડની માતા માઉ અને બીજા કેટિધ્વજો વગેરે સાથે હતા. (ચતુર્વિંશતિપ્રખધ, પ્ર૦ ૧૦)
આ મહેદ્રસૂરિ લખે છે કે, આ સંઘ સ૦૧૨૧૯ માં નીકળ્યા હતા. (શતપદીપદ, ૧૦૫) સંધ ધ ધુકામાં ઝાલિકાવિહારની યાત્રા કરી, વલભીનગર થઈ ને પાલીતાણા પહોંચ્યા.
વલભીનગરથી આગળ ચેાગઢ પાસે થાપે! અને ઈસાવલ એમ બે પહાડીઓ છે. આચાર્યશ્રીએ તેની તળેટીમાં પ્રતિક્રમણ વગેરે ધર્મવિધિ કરી હતી. રાજાએ સંધની યાદગીરીમાં તે પહાડીઓ પર ભ॰આદીશ્વર તથા ભ॰પાર્શ્વનાથનાં દેરાસર બનાવવાને આજ્ઞા કરી. આજે ત્યાં આ દેરાસરના પથ્થરા નજરે પડે છે. ત્યાં એ પથ્થામાં કાઈ એ શિવાલય બનાવ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org