________________
પત્રિીશામું] આ ઉદ્દદ્યોતનસૂરિ
૧૨૩ તેથી સામતે ચોમાસું વીતાવવા પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા હતા અને સેના પણ છૂટી છૂટી વીખરાઈને પડી હતી. આથી રાજા કુમારપાલ તૈલપ આવે છે એ સાંભળી વિમાસણમાં પડી ગ અને ગુરુદેવ પાસે જઈ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું, “રાજન ! ચિંતા ન કર, સૌ સારાં વાનાં થશે.” ખરેખર, સાતમે દિવસે રાજા કુમારપાલને પાકા સમાચાર મળ્યા કે, રાજા તૈલપ એકાએક મરણ પામે છે. આ ઘટના સં૦ ૧૨૨૨ લગભગમાં બની હતી. કર્ણાટકના નવા રાજા પરમર્દીએ પિતાની પુત્રી રાજાના ભત્રીજા અજયપાલને પરણાવી.
આ મેરૂતુંગે આ ઘટના કર્ણના નામે ચડાવી છે. અહીં “કણું” શબ્દથી કર્ણાટકના રાજા લે ઠીક છે. ત્યાં તેને સમય સં૦ ૧૨૨૫ લગભગ બતાવ્યો છે.
(જૂઓ, પ્રબંધચિંતામણિ, પ્ર. ૫; પ્રબંધકેશ પ્ર૧૧) એક વાર કાશીને પંડિત કવિ વિશ્વેશ્વર આચાર્ય હેમચંદ્રસૂરિની પંડિતસભામાં આવ્યું. તેણે “વ્યાષિા” અને “TIળ” એમ બે સમસ્યા મૂકી. મંત્રી કદી તથા આ૦ રામચંદ્રસૂરિએ તે સમસ્યા પૂરી કરી. પંડિતે આ સરસ્વતીની પદરચના છે એમ જણાવી, મંત્રીના ગળામાં ૫૦ હજારને હાર પહેરાવ્યું. રાજાએ પંડિતને ૧૦ ઘોડા તથા ૫૦ લાખ દ્રમ્મથી સત્કાર કરી, પાટણમાં રહેવા વિનંતિ કરી, પણ કવિરાજ આત્મકલ્યાણ માટે સોમનાથ પાટણ જઈ વસ્યો.
પ્રભાસપાટણના મહંત ભાવ બૃહસ્પતિએ સુરાપાન વગેરે વ્યવહારથી શિવાલયને અપવિત્ર બનાવ્યું હતું, આથી આ૦ હેમચંદ્રસૂરિ નાખુશ થયા. રાજાએ મહંતને ગાદીએથી ઉતારી નાખ્યો. મહંતે પાટણમાં આવી આચાર્યશ્રી પાસે ચાર મહિના રહી ભૂલની માફી માગી
૧. એક એવો પણ ઉલ્લેખ મળે છે કે, આ ધર્મશેખરસૂરિએ કર્ણ ટકની રાજસભામાં “નમુત્થણું કલ્પને પ્રભાવ બતાવ્યો હતો. સંભવ છે કે, સજા કુમારપાલના પ્રતાપનું આ ફળ હોય.
(જુઓ, પ્રક. ૨૮, ૫૦ ૪૫૪, પ્રક. ૪૩ વિજજલરાય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org